BREAKING NEWS

સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉ ૪૯% ઓનથી આપેલ કોન્ટ્રાકટ હવે ૨૫% ડાઉનમાં આપ્યો

  • July 08, 2026 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં વોટર ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ સેલ (ડ્રેનેજ) હસ્તકનાં માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (૪૪.૫ એમએલડી એએસપી ટાઇપ)ના કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સ બે વર્ષ માટે કોન્ટ્રાકટથી કરવાના કામની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરાઇ હતી, અગાઉ ત્રણ વર્ષ પૂર્વે આ કોન્ટ્રાકટમાં ૪૯.૫૦ ટકા ઓનથી કામ અપાયું હતું, હવે તે કામનો કોન્ટ્રાકટ ૨૫.૪૪ ટકા ડાઉન ભાવથી આપવાનું મંજૂર કરાયું હતું તેમ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ જણાવ્યું હતું.
રાજકોટના વોર્ડ ન.ં ૧,૨,૩,૮ના વિસ્તારોમાંથી જનરેટ થતું સીવેજ વોટર ડ્રેનેજ નેટવર્ક મારફત નજીકના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન ઉપર ગ્રેવિટી મારફત આવે છે.આ સીવેજ વોટરને નાના પોપટપરા પમ્પીંગ સ્ટેશન અને ત્યાંથી પોપટપરા મેઈન પમ્પીંગ સ્ટેશન પરથી પમ્પીંગ કરી ઉપરોકત ૪૪.૫ એમએલડી કેપેસિટી ધરાવતા માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉપર લાવવામાં આવે છે. આ પ્લાન્ટ ઉપર સીવેજ વોટરને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં ધારા ધોરણો મુજબ ફિકલ કોલીફોર્મ જેવા પેરામીટર નિયત માત્રામાં જાળવીને કલોરીનેશન કરીને આજી–૨ ડેમમાં છોડવામાં આવે છે. આ અગાઉનું કામ લો ડાયનેમિક ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સીને નવી મશીનરી ફીટીંગ સાથે ત્રણ વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે સુપરત કરાયેલ, જે ૪૯.૫૦% વધુ ભાવ સાથે .૩,૫૨,૦૭, ૨૫૦નું ખર્ચ મંજૂર થયેલ હતું. હવે ગ્લોબલ એન્વીરોસ લોએસ્ટ વન એજન્સીને એસ્ટીમેટ .૨,૭૦,૧૯,૩૧૨ ઉપર ૨૫.૪૪ ટકા ઓછા ભાવથી કામ આપવાનું મંજૂર કરતા એકંદરે ખર્ચમાં .૨,૦૧,૪૫,૫૯૯નો ફાયદો થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application