ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના બે ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને બોરડા ગામેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ,ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તેમજ અધિકારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી, લુંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સખત સુચના આપેલ.
જે સૂચના મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં પકડવાના બાકી આરોપી ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા શાંતુભા સરવૈયા રહે.વાટલીયા તા.તળાજા જી.ભાવનગર. હાલ બોરડા ગામ બસ સ્ટેન્ડમા હાજર છે.
ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા શાંતુભા સરવૈયા (ઉ.વ.૩૫ રહે.વાટલીયા તા.તળાજા જી.ભાવનગર)ને ઝડપી લઈ દાઠા પોલીસને હવાલે કર્યો હતો.
ઝડપાયેલા આરોપી સામે ભાવનગર જિલ્લાના દાઠા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૩૬/૨૦૨૫ પ્રોહી.એકટ કલમ:-૬૫ એ.ઇ.,૧૧૬ બી મુજબ તેમજ ભાવનગર જિલ્લાના દાઠા પો.સ્ટે. ગુ.ર.નં.૦૨૩૭/૨૦૨૫ પ્રોહી.એકટ કલમ:-૬૫ એ.એ.,૧૧૬ બી મુજબના ગુના નોંધાયા હતા. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.સી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફના ભરતસિંહ ડોડિયા, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગળસર તેમજ ગંભીરભાઇ પરમાર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application