મુંબઈમાં સોમવારે મોડી રાતે કુર્લામાં થયેલા બેસ્ટની બસના અકસ્માતમાં મૃતાંક વધીને ૭ પર પહોચ્યો છે. બસના ડ્રાયવરે બસને હાઈ વે પર લેવાને બદલે ગલીમાં લીધી અને ૪૯ લોકોને ફંગોળ્યા સાથે ૪૦થી વધુ વાહનોને નુકસાન પહોચાડું હતું.આ કિસ્સામાંએવું પણ સામે આવ્યું છે કે ચાલકને બસ ચલાવતા આવડતું જ ન હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શ કરી છે અને સાથે બસના ચાલકે આ કૃત્ય ઇરાદાપૂર્વક કયુ હોવાની શંકાના આધારે વધુ તપાસ કરવા કોર્ટની પરવાનગી માગી છે.
મુંબઈ પોલીસે મેજિસ્ટ્રેટની કોર્ટમાં જણાવ્યું હતું કે ડ્રાઇવર સંજય મોરેનો ગુનો આચરવાનો ઈરાદો અને કોઈ કાવતં હતું કે કેમ તેની તપાસ કરવાની જર છે. મુંબઈ પોલીસે મંગળવારે ઈલેકિટ્રક બસના ડ્રાઈવરની કોર્ટ કસ્ટડીની માંગણી કરી જે નાગરિક સંચાલિત બૃહન્મુંબઈ ઈલેકિટ્રક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ દ્રારા ચલાવવામાં આવે છે.
દલીલો બાદ મુંબઈ પોલીસની અરજી સ્વીકારીને કોર્ટે સંજય મોરેને ૨૧ ડિસેમ્બર સુધી તેમની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. વિગતો એવી બહાર આવી છે કે સંજય મોરેને ઇલેકિટ્રક વાહનો ચલાવવાનો કોઈ અનુભવ નહોતો. અને તેને માત્ર ૧૦ દિવસની તાલીમ લીધી હતી.
મુંબઈ પોલીસે કોર્ટમાં શું કહ્યું
મુંબઈ પોલીસે સંજય મોરેને મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યેા હતો અને ગુનો ગંભીર હોવાનું અને ઝીણવટભરી તપાસની જર હોવાનું જણાવી તેના રિમાન્ડની માંગણી કરી હતી.પોલીસે એવી પણ રજૂઆત કરી હતી કે ગુનો કરવા પાછળ આરોપીનો ઈરાદો અને કોઈ કાવતં હતું કે કેમ તેની તપાસ કરવાની જર છે. પોલીસે ઉમેયુ હતું કે ડ્રાઇવરે તેના કબજામાં રહેલી બસનો શક્ર તરીકે ઉપયોગ કર્યેા હતો અને મુસાફરો અને રાહદારીઓના જીવનને જોખમમાં મૂકતા ભીડભાડવાળા વિસ્તારમાં તેને બેદરકારીથી ચલાવી હતી કે કેમ તેની તપાસ કરવાની જર છે. પોલીસે કોર્ટને એમ પણ કહ્યું કે સંજય મોરે માદક દ્રવ્યોના પ્રભાવમાં હતો કે કેમ તેની તપાસ કરવી જરી છે.પોલીસે જણાવ્યું હતું કે પરિવહન વિભાગે અકસ્માતમાં સામેલ બસની તપાસ કરવાની બાકી છે.
ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાની મોરેના વકીલની દલીલ
સંજય મોરેના વકીલ, સમાધાન સુલાનેએ જણાવ્યું હતું કે બસમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોઈ શકે છે.વકીલે દલીલ કરી હતી કે વાહન ચાલકોને સોંપતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે મોરેને ૨૧ ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
ડ્રાઇવર દારૂના નશામાં ન હતો
સંજય મોરેએ પોલીસને જણાવ્યું કે તેણે ૧ ડિસેમ્બરથી જ બેસ્ટની ઈલેકિટ્રક બસો ચલાવવાની શઆત કરી હતી અને તે પહેલાં તેણે મિની બસો ચલાવી હતી, એમ એક અધિકારીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું. પોલીસ પૂછપરછ દરમિયાન માનસિક રીતે વધુ સતર્ક હોવાનું જણાયું હતું અને પ્રાથમિક તબીબી અહેવાલો સૂચવે છે કે તે આલ્કોહોલના પ્રભાવ હેઠળ ન હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech