તળાજા પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહીબિશનના ગુન્હામાં ૪ વર્ષથી હાથતાળી આપતો આરોપીને મહુવા ડિવિઝનની નાસતા ફરતા સ્કોર્ડએ રાજસ્થાનથી ઝડપી લીધો હતો.
મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન દ્વારા નાસતા કરતા સ્કોર્ડની રચના કરી સતત જરૂરી સુચના અને યોગ્ય માર્ગદર્શન આપી લાંબા સમયથી વોન્ટેડ હોય તેવા આરોપીઓનું અલગથી ટાર્ગેટલીસ્ટ બનાવી તમામ એંગલથી તપાસ કરી આરોપીની બ્લ્યુપ્રિન્ટ બનાવી ઝડપી પાડી તેઓ વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આપેલી સખ્ત સુચના હેઠળ મહુવા ડિવિઝનના નાસતા-ફરતા સ્કોર્ડ દ્વારા તળાજા પોલીસના ગુ.ર.નં. ૧૧૧૯૮૦૫૩ ૨૧૦૮૩૯/૨૦૨૧ પ્રોહી કલમ-૬પએ.ઇ,૧૧૬-બી,૮૧,૮૧,૯૮(૨) વિ. મુજબના ગુન્હાઓમાં છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી બાલક્રિષ્ના ઉર્ફે બાલુદાસ મોહનદાસ વૈષ્ણવ (ઉ.વ-૪૨, ધંધો-મજુરી રહે- સાંકોડા ગામ તા-ગીરવા થાના-પ્રતાપનગર, જી-ઉદયપુર, રાજસ્થાન)થી ઝડપી લઈ તેને તળાજા પોલીસને હવાલે કર્યો હતો.
આ કામગીરીમાં મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈનની સુચના અને માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. આર.એ.વાઢેર, પો.સ.ઇ. એસ.સી.ચૌધરી, આસી.સબ ઇન્સ. પી.આર.સરવૈયા, જે.આર.આહીર, પો.કોન્સ. હરપાલસિંહ સરવૈયા તેમજ પ્રવિણભાઈ ડ્રાઇવર જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી: NDRF અને SDRF ની કુલ 32 ટીમો તૈનાત
June 17, 2025 10:50 PMઇઝરાયલ-ઈરાન યુદ્ધની શેરબજાર પર અસર: આ કંપની રોકાણકારોને આપી શકે છે જોરદાર વળતર
June 17, 2025 10:43 PMગુજરાતમાં 13 IAS અધિકારીઓની બદલી, ઓમ પ્રકાશ બન્યા રાજકોટના નવા કલેક્ટર
June 17, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech