જોડીયા પોલીસ સ્ટેશનના ચીટીંગના ગુનામાં ૧૧ વર્ષથી નાસતો ફરતો આરોપી રાજસ્થાનમાંથી પકડાયો

  • April 29, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના જોડીયા પોલીસ સ્ટેશનના ૧૧ વર્ષ પહેલાના ચીટીંગના એક ગુનાનો આરોપી રાજસ્થાનમાં સંતાયો હોવાની બતમીના આધારે પોલીસે રાજસ્થાન સુધી તપાસનો દોર લંબાવીને ઝડપી લીધો છે, અને જામનગર લઈ આવ્યા પછી જોડિયા પોલીસબમથકમાં સુપ્રત કરી દીધો છે.


જામનગર જિલ્લાના જોડિયા પોલીસ મથકમાં આજથી ૧૧ વર્ષ પહેલાં ચીટીંગ નો એક ગુનો નોંધાયો હતો, તે ગુનામાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના ખેતસિંહ આંબસિંહ રાજપૂત ની સંડોવણી હોવાથી તેને ફરારી જાહેર કરાયો હતો. જે આરોપી લાંબા સમયથી નાસતો ફરતો રહ્યો હતો.


દરમિયાન જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ઉપરોક્ત આરોપી પોતાના વતનમાં પહોંચ્યો છે, જે બાતમીના આધારે જામનગર પોલીસે રાજસ્થાનના બાડમેરમાં ધામા નાખી આરોપી ખેતસિંહ આંબસિંહ ને ઝડપી લીધો છે. જેને જામનગર લઈ આવ્યા પછી જોડિયા પોલીસ મથકમાં સુપ્રત કરી દીધો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application