BREAKING NEWS

તંત્ર પાસે ચોપાટીનો ગેટ બનાવવાના પૈસા છે પણ ગાંધી સ્મૃતિ ભવનનું રીનોવેશન કરાવવાના નથી!:કોંગ્રેસ

  • October 02, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે ગાંધી જયંતિ છે,ગુજરાતના મુખ્યમંત્રી પોરબંદર પધાર્યા છે,પણ તંત્રની અણ આવડત અને બેદરકારીને લીધે ગાંધીના ગામમાં જ ગાંધીજીના વિચારો અને તેમના જીવન વિષે પ્રવાસીઓ માહિતી મેળવી શકે તે માટે બનાવેલું ગાંધી સ્મૃતિ ભવન આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ લેઝર શો અને ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે તાત્કાલિક રીનોવેશન કરાવવું જરૂરી છે.
આજે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૬ મી જન્મજયંતી છે અને આ જન્મજયંતિ નિમિત્તેગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ પોરબંદર પધારી રહ્યા છે ત્યારે પોરબંદર દેશ અને વિદેશમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે જાણીતું છે ત્યારે પોરબંદર મહાનગરપાલિકા પોરબંદરને ટુરિઝમ તરફ આગળ લઈ જવા બાબત કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીર બાપોદરાએ જણાવ્યું છે કે,પોરબંદર ચોપાટી ઉપર શ્રી મહાત્મા ગાંધી સ્મૃતિ ભવન જે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને બનાવવામાં આવ્યુ હતુ, અફસોસ સાથે કહેવું પડે છે કે આજે તે એક ખંઢેર  હાલતમાં છે અને તેની કોઈ સંભાળ લેવા વાળું નથી, આ સ્મૃતિ ભવનમાં ગાંધીજીના વિચાર ને લઈ અને જે લેઝર શો રાખવામાં આવ્યો હતો એના મશીનો પણ લાખો રૂપિયાના ધુળ ખાઈ છે,આજે આ ગાંધી સ્મૃતિ ભવન એક આવારા તત્વોનો અડો બની ગયેલું હોય,ત્યારે હું મહાનગરપાલિકાના કમિશ્નરને કહેવા માગું છું કે,પોરબંદરમાં તમે ટુરીઝમને આગળ લઈ જવા માંગો છો અને તમારી પાસે ચોપાટીના બે ગેટ બનાવવા માટે એક કરોડ અને ૩૦ લાખ જેવું તમે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.તો મારો સવાલ આપને એ છે કે ગાંધી સ્મૃતિ ભવન એક ટુરીઝમનો જ એક ભાગ છે અને મહાત્મા ગાંધીના વિચારોને લઈ અને ટુરિઝમ તેના જીવનમાં તે વિચાર ઉતારે તેના માટે આ ગાંધી સ્મૃતિ ભવનને ફરી પાછું રીનોવેશન કરી પુરતો સ્ટાફ મુકી સિક્યોરીટી મુકી અને ફરીથી પાછો જે ગાંધીજીના જીવન ઉપરનો જે લેઝર શો છે એ ફરીથી પાછો ચાલુ કરવો જોઈએ તેમ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application