BREAKING NEWS

આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી

  • October 17, 2026 05:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં છઠ્ઠા નોરતે ભક્તિ, સંગીત અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આદ્યશક્તિ મા જગદંબાની આરાધના સાથે રાસોત્સવની શરૂઆત થઈ હતી. માતાજીની આરાધનાના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


ત્યારબાદ ધીમે ધીમે રાસ-ગરબાની રંગત જામતાં ખેલૈયાઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓ ઉમટી પડતાં સમગ્ર મેદાન ખચાખચ ભરાઈ ગયું હતું અને ચોતરફ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.આ રાસરસિયાની મહેફિલમાં અનેક મહાનુભાવો વિશેષ હાજરી આપતા ખેલૈયાઓને પ્રોત્સાહન મળ્યું હતું.


રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મ્યુની. વિજીલન્સ પોલીસના ડીવાયએસપી આર.બી ઝાલા, ગ્રેટર ચેમ્બર પ્રમુખ રાજીવભાઈ દોશી સહીત સમગ્ર ટીમ, રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, મ્યુની. એસ્ટેટ કમિટી ચેરમેન મોહિતસિંહ જાડેજા, કોર્પોરેટર પંકજભાઈ લુણાગરીયા, ભાજપ અગ્રણી હરેશભાઈ જોશી, મ્યુનિ. ભાજપ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, ભાજપ અગ્રણી જીતુભાઈ સેલેરા, પૂર્વ મ્યુનિ. સેક્રેટરી સીએન રાણપરા, વકીલ અનિલભાઈ ગોગિયા, ધ હોટલ રોયલ રીસ્ટ્રીટના રાજેન્દ્રસિંહ જાડેજા, એડવોકેટ મુકેશભાઈ પીપળીયા, એડવોકેટ એસ કે વોરા, જીએસટી બાર એસઓ.પ્રમુખ રાજેશભાઈ કુકડિયા, હોમગાર્ડ જીલ્લા કમાન્ડર કેતનભાઈ, કોર્પોરેટર કૌશીકભાઈ ટાંક, પટેલ સમાજ અગ્રણી સી.ટી. પટેલ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેક્ટર રાજુભાઈ ઝુંઝા, રાજુભાઈ દોશી પ્રેસિડન્ટ, વાઈસ પ્રેસિડન્ટ ઈશ્વરભાઈ બાંભોલિયા, સેક્રેટરી મયુરભાઈ શાહ, ડાયરેક્ટર પ્રાગજીભાઈ પરસાણા, કોર્પોરેટર પંકજભાઈ લુણાગરિયા, કોર્પોરેટર મોહિતસિંહ જાડેજા, ભાજપ અગ્રણી જીતુભાઈ સેલારા, ભાજપ અગ્રણી મુકેશભાઈ દોશી, હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ કેતનભાઈ, કોર્પોરેટર કૌશિકભાઇ ટાંક,મહેશભાઈ પરમાર, આર.એમ.સી કાર્યાલય મંત્રી, ક્લેઇમ બારના પૂર્વ પ્રમુખ, રાજેશભાઇ મહેતા, ભાવિનભાઈ દફ્તરી,પથિકભાઈ દફતરી, જીએસટી બાર પ્રમુખ, એડવોકેટ રાજેશભાઈ કુકડિયા, કેમ્પેઇન એડના ધર્મેશભાઈ શાહ, નાયબ મામલતદાર સોનલબેન ત્રિવેદી અગ્રણી ધારાશાસ્ત્રીઓ કમલેશભાઈ શાહ, પ્રફૂલ્લભાઇ વસાણી, નાયબ મામલતદાર વિમલ પરમાર, સમાજ કલ્યાણ ચેરમેન મનિષભાઇ ભટ્ટ, કોર્પોરેટર પ્રવિણભાઇ સેગલિયા, ટીપી કમિટી ચેરમેન અનિલભાઇ ચૌહાણ, માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરપર્સન- સોનલબેન સેલારા, શહેર ભાજપ અને બ્રહ્મસમાજના અગ્રણી હરેશભાઇ જોષી, ક્રાઇસ્ટ ગ્રુપ ઓફ કોલેજિસના ડાયરેક્ટર જોમોન થોમનના સહિતના અગ્રણી વ્યક્તિઓ,રાજકીય નેતાઓ ઉપરાંત સમાજસેવકોની હાજરીએ કાર્યક્રમને વિશિષ્ટ બનાવ્યો હતો.આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર-ઇન-ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ પણ વિશેષ હાજરી આપી હતી.


તેમની ઉપસ્થિતિએ ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.પ્રખ્યાત એન્કર માહી દવેના સંચાલન તથા ટુ બ્રધર્સ બેન્ડના લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. લોકપ્રિય ગાયક મિલન કાકડિયા અને હેતલ મહેતાના સુરીલા અવાજ સાથે વાતાવરણ વધુ જીવંત બન્યું હતું. ટીટોડો, થ્રી સ્ટેપ, ફોર સ્ટેપ, દોઢીયા, ટીમલી, સનેડો, સિક્સ સ્ટેપ, ચોકડી રાસ રમી ખેલૈયાઓએ રમઝટ બોલાવી હતી.આમ, આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં છઠ્ઠા નોરતે ભક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનો અનોખો માહોલ સર્જાયો હતો.


મા અંબાની આરાધના સાથે શરૂ થયેલી આ સાંજે ગુજરાતી પરંપરાની સુંદરતાને ઉજાગર કરી હતી. ખેલૈયાઓના ઉત્સાહ અને ગરબાની રમઝટે સમગ્ર ગ્રાઉન્ડને ઉત્સવમય બનાવી દીધું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application