રાજકોટ ભાવનગર હાઇવે ઉપર આવેલ જી.આઈ.ડી.સી. હર હમેશ ચર્ચાનો વિષય બનતી રહી છે. બાબરા જી.આઈ.ડી.સી. પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં જ સ્ટીલ લોખડં ઓગાળવાની પ્લાન્ટ ભઠ્ઠીઓ આગની વાળાઓથી રાત્રે ધમધમતી હોય છે, અને બાબરા જી.આઈ.ડી.સી. માં બીજી સ્ટીલ અને લોખડં ઓગળવાની ભઠ્ઠીઓની બાજુમાં જ સુપર ગેસ કંપનીનો પ્લાન્ટ આવેલ છે. અને આ બાબતે તત્રં દ્રારા કોઈ સ્થળસ્થિતિ જાણ્યા વગર જ કેમ મજુરી આપી દીધી જે એક ચર્ચાનો વિષય છે. આ બાબતે તત્રં પાસેથી પ્લાન્ટના માલિકો દ્રારા ટેબલ નીચેથી મંજુરી લીધી છે એવું પણ લોકામુખે ચર્ચાય રહ્યું છે.
સ્ટીલ લોખડં ઓગળવાની ભઠ્ઠીઓ રાત પડે ને ધમધમતી થાય છે અંકે ચોરીનો માલ, બીલ વગરનો બે નંબરી માલ અને જી.એસ,ટી. ચોરીનો માલ મીનીટોમાં ઓગાળી નાખે છે અને મસમોટા કૌભાંડો થતા હોય તેવું લોકમુખે ચર્ચાય રહ્યું છે. જો જી.એસ.ટી. વિભાગ, ઇન્કમ ટેક્ષ વિભાગ અને પોલીસ સઘન તપાસ કરે તો અનેક બેનામી વ્યવહારો અને કૌભાંડો બહાર આવે તેવી શકયતાઓ છે. પરંતુ શા માટે તત્રં આ બાબતે કોઈ કાર્યવાહી નથી કરતુ એ પણ એક ચર્ચાનો વિષય છે. આખી રાત ચાલુ રહેતી ભઠ્ઠીઓના કારણે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર ધુમાડાના ગોટે ગોટા જોવા મળે છે જેના લીધે રાત્રીના સમયે હાઇવે ઉપર ધુમાડાના ગોટા હોવાથી વિઝન ઝાંખી થઈ જાય છે અને જેના લીધે વાહન ચાલકોને દેખાવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે અને જેના લીધે મોટો અકસ્માત થવાની બહોળી સંભાવના રહેલી છે. અને આ ધુમાડાના ગોટા આજુબાજુની સોસાયટીના રહીશોને પણ નુકશાન કરી રહ્યા છે જે પર્યાવરણને પણ ખુબ નુકશાન કરી રહ્યું છે. સ્ટીલ લોખડં ઓગળવાની ભઠ્ઠીઓ પાસે આવેલ પેટ્રોલ પપં અને આવેલ સુપર ગેસ કંપનીના ગોડાઉનમાં અગર આ આગની જવાળાઓથી કોઈ મોટી આગ લાગે તેવી પુરેપુરી શકયતાઓ છે. બાબરા શહેરમાં કોઈ એવા મોટા ફાયર સેફટીના સાધનો નથી કે આવી આગ તાત્કાલિક કાબુ મેળવી શકે. અને જાણવા મળતી માહિતી મુજબ અમુક પ્લાન્ટમાં તો ફાયર સેફટીની પણ સુવિધાઓ નથી. અગર કોઈ મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ..? રાજકોટ ગેમઝોન કરતા પણ બાબરા જી.આઈ.ડી.સી.ની પરિસ્થતિ ખુબ વિકરાળ બની શકે છે તેવી હાલત છે કેમ કે એક બાજુ સુપર ગેસ કંપની અને એક બાજુ પેટ્રોલ પપં અને બંને ની વચ્ચે સ્ટીલ લોખડં ઓગળવાની આગથી ધમધમતી વિકરાળ ભઠ્ઠીઓ. શુ આ બાબતે જી.એસ.ટી. વિભાગ, ઇન્કમટેક્ષ વિભાગ, વહીવટી તત્રં અને પોલીસ કે ફાયર વિભાગ કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે નહિ તે જોવાનું રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech