ફટાણા નજીક નદીમાંથી મળી આવેલી મહિલાની લાશની ઓળખ ૧૩ દિવસે પણ થઈ નહીં
ફટાણા નજીક નદીમાંથી મળી આવેલી મહિલાની લાશની ઓળખ ૧૩ દિવસે પણ થઈ નહીં
October 08, 2025 08:46 AM
પોરબંદર નજીક ના ફટાણા ગામે નદીમાંથી ૧૩ દિવસ પહેલા અજાણી મહિલાની કોહવાયેલી લાશ મળી હતી જેની ઓળખ હજુ થઈ નથી તેથી તેના મૃતદેહ પરથી મળી આવેલા દાગીના ના આધારે પોલીસે લોકોને ઓળખ હોય તો માહિતી આપવા અપીલ કરી છે. બગવદર પોલીસ મથકના પીએસઆઇ આશિષભાઈ બારા એ જણાવ્યું છે કે બગવદર પોલીસ સ્ટેશનના ફટાણા ગામ, નિર્મલજી ઓડેદરાની વાડીની બાજુમાં વર્તુ નદીમાંથી એક અજાણી સ્ત્રી ઉંમર વર્ષ આશરે ૪૦ થી ૫૦ વર્ષની પાણીમાં કોહવાય ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. જે લાશ ઉપર પરપલ કલરમાં સફેદ પટ્ટી વાળી કુલ ભાતની ડિઝાઈનનો સુરવાલ જભ્ભો (પંજાબી) પહેરેલ છે. જેના કાનમાં ભુટ્ટીના ભાગે પીળી ધાતુની વાળી તથા તેના ઉપરના ભાગે બબ્બે દાણા પહેરેલ છે. તેના જમણા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમાં તાંબા જેવી ધાતુની વાળી પહેરેલ છે. તેમજ ડાબા હાથની આંગળીમાં પીળા કલર જેવી ધાતુની વાળી પહેરેલ છે. જેના બન્ને પગમાં સફેદ ધાતુની ઘુઘરી વાળી પાયલ પહેરેલ છે. તેમજ ડાબા પગમાં કાળી દોરી પહેરેલ છે. જે લાશની આંખો કાળી, માથાના વાળ કાળા અને સફેદ છે. જે લાશની ઉંચાઈ આશરે ૫ ૧ ફુટની છે. જે લાશ મધ્યમ બાંધાની છે. આ કામે મરણજનાર કોઇપણ કારણોસર મરણ ગયેલ હોય. આવી કોઇ સ્ત્રી ગુમ થયેલ હોય તો બગવદર પોલીસ સ્ટેશન પો.સબ.ઈન્સ. એ.એસ.બારા મો.નં.-૯૫૭૪૨૪૦૧૬૩ બગવદર પોલીસ સ્ટેશન ઓફિસર મો.નં. ૬૩૫૯૬૨૫૦૪૯ નો સંપર્ક કરવા અપીલ છે.