અત્યાર સુધી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર ટોલને લઈને વાહન સવારો અને ટોલ કર્મચારીઓને એકબીજા સાથે લડતા જોયા હશે. પરંતુ ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને દંગ રહી જશો.
અહીં દિલ્હી-લખનૌ હાઈવે NH-9 ના પિલખુવા પોલીસ સ્ટેશન હેઠળના ચિજરસી ટોલ પ્લાઝા પર, ટોલ બૂથ પાસેથી પસાર થતા બુલડોઝર ડ્રાઇવર પાસેથી ટોલના પૈસા માંગવા ટોલ કર્મચારીઓને બહુ મોંઘા પડ્યા છે. કેમકે ગુસ્સે ભરાયેલા બુલડોઝરના ડ્રાઈવરે ટોલ બૂથ પર બુલડોઝર ફેરવીને પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો અને બે બુથ તોડી પાડ્યા હતા.
ટોલ પ્લાઝા પર કર્મચારીઓ બુલડોઝર ચાલકનો વીડિયો બનાવતા રહ્યા અને બુલડોઝર ચાલકે બુલડોઝર વડે બૂથને તોડી પાડયું. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ટોલ મેનેજર અજીત ચૌધરીએ જણાવ્યું કે જેસીબી ડ્રાઈવર ટોલ બૂથ પરથી પસાર થઈ રહ્યો હતો. ટોલ કર્મચારીઓએ તેને ટેક્સ ચૂકવવાનું કહ્યું ત્યારે તેણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું અને જેસીબીની ટક્કરથી બે ટોલ બૂથ તોડી નાખ્યા. જેના કારણે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા અને ઘણું નુકસાન થયું. પોલીસમાં ફરિયાદ કરીને કેસ નોંધાવવામાં આવ્યો છે.
આ મામલામાં સીઓ પીલખુવા જિતેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે 11 જૂનના રોજ પીલખુવા પોલીસ સ્ટેશન હેઠળના છિઝરસી ટોલ પ્લાઝા પર એક જેસીબી ડ્રાઈવરે ટોલ બૂથમાં તોડફોડ કરી હતી. પીલખુવા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશ્વર્યા જેવી હેરસ્ટાઇલ કરવા બદલ કેટરીના ટ્રોલ થઈ
May 03, 2025 11:58 AMજો આ 9 જવાને યોગ્ય ફરજ બજાવી હોત તો ગોધરા કાંડ બન્યો જ ન હોત
May 03, 2025 11:53 AMઅજય દેવગનની ફિલ્મ 'રેડ 2'એ બે દિવસમાં 30 કરોડ કમાયા
May 03, 2025 11:49 AMસલમાનનો ગુસ્સો પણ નાટકીય, ફિલ્મના પાત્રને સાઉથના દિગ્દર્શકનું નામ દીધું
May 03, 2025 11:44 AMગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech