BREAKING NEWS

ન્યારી ડેમ રોડ પર સળગેલી કાર રોડની વચ્ચે અઠવાડિયાથી જેમની તેમ: વાહનચાલકો પરેશાન

  • October 08, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના કાલાવડ રોડ પાસે ન્યારી ડેમ રોડ પર નવરાત્રી સમયે કારમાં આગ લાગ્યાની ઘટના બની હતી. આ ઘટનાને અઠવાડિયા કરતા પણ વધુ સમય થઇ ગયો હોવાછતા આ કાર હજુ રોડની વચ્ચે જેમની તેમ પડી છે. જેના લીધે અહીંથી પસાર થનાર વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. છતા કાર અહીંથી હટાવવામાં આવી રહી નથી.


નવરાત્રી સમયે શહેરની ભાગોળે ન્યારી ડેમ રોડ પર રાત્રીના સમયે કારમાં આગ લાગી હતી. જેની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે અહીં પહોંચી આગ ઓલવી નાખી હતી. આ ઘટનાને આટલા દિવસે પસાર થયા ગયા બાદ પણ આ સળગેલી કાર રોડની વચ્ચે જેમની તેમ હાલતમાં પડી છે. કાર રોડની વચ્ચે હોવાથી અહીંથી પસાર થનાર વાહનચાલકોને આ કાર નડતરરૂપ સાબિત થઇ રહી છે. એટલું જ નહીં કાર રોડ પર પડી હોવાથી રાત્રીના સમયે અકસ્માતની શકયતા પણ નકારી શકાતી નથી. ત્યારે આ બાબતે ટ્રાફિક શાખા દ્વારા આ કાર રોડ પરથી તાકીદે હટાવવામાં આવે તે જરૂરી બની જવા પામ્યું છે. અન્યથા અહીં આગામી દિવસોમાં અકસ્માતની ઘટના પણ બની શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application