જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી. પરમાર રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.પી.આઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ મથકના પીએસઆઇ જી.બી. જાડેજા તથા ટીમ તપાસમાં હતી દરમિયાન જેતપુરમાં આવેલી આર.પી. એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી નીલકેશભાઈ રમેશભાઈ ચંદનાણી (રહે. જેતપુર) નો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ગત તા. 13/3/2025 ના તેમની આંગડિયા પેઢીમાં રવિભાઈ નામ શખસે રૂપિયા 10 લાખનું આંગડીયુ કરવા માટે આવ્યા હતા અને નોટો આપી હતી જે આંગડિયાના પૈસા મારી પાસે પડ્યા હોય આજરોજ મોટું પેમેન્ટ કરવાનું હોય જેથી આ રૂપિયા કાઢતા દસ લાખના બે બંડલમાં છ છ નોટ નકલી હોવાનું માલુમ પડ્યું હતું. જે બાબતે આ રવિભાઈને ફોન કરતા તેણે કહ્યું હતું કે, પૈસા બદલાવવા માટે મારા મિત્રને મોકલીશ તેવી વાત કરી હતી.
જાલી નોટના આ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પીએસઆઇ જે.બી. જાડેજાની રાહબરીમાં એએસઆઈ ભુપેન્દ્ર મોરી, એસોજીના સંજયભાઈ નિરંજનની તથા રવજીભાઈ હાપલિયા, હેડ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ વસોયા, સાગરભાઇ મકવાણા, વીરરાજભાઈ ધાંધલ (એસઓજી) શકિતસિંહ ઝાલા, અમિતભાઈ સિદ્ધપરા, ભરતભાઈ ગમારા, સાગરભાઇ ઝાપડિયા અને એએસઆઇ મહેશભાઈ સુવા સહિતનાએ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન અહીં આંગડિયા પેઢીએ પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે અહીં નોટ બદલાવા માટે રવિ શામજીભાઈ ડોબરીયા (ઉ.વ 36 રહે. જેતપુર કણકીયા પ્લોટ શારદા મંદિર પાસે) આવતા પોલીસે આ શખસની પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુંમર (રહે. ધોરાજી હિરપરાની વાડી મેઇન રોડ) એ અગાઉ રૂપિયા દસ લાખનું આંગડીયુ કરી આવ્યો હતો અને તેણે અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય જે નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કંઈ બોલ્યા વગર બદલી લાવવાનું કહ્યું હતું. જેથી આ બનાવટી નોટો વાળા બંડલ બદલવા માટે હું અહીં આવ્યો છું. દરમિયાન આંગણીયા પેઢીના નિકેશભાઈએ જણાવ્યું હતું કે, આ 10 લાખમાંથી 5,000 ના દરના પાંચ બંડલમાં અગાઉ પણ બનાવટી નોટો નીકળી હતી જેથી મેં પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સને ફોન કર્યો હતો અને તેણે તેના મિત્ર મિત કિરણભાઈ અંટાળા (રહે. ધોરાજી, ખારવાવાડ પ્લોટ)ને મોકલી આ બદલી ગયા હતા. બાદ પોલીસે આ શખસ પાસેથી ૧૨ નકલી નોટ રોકડ રૂપિયા 94,000 ત્રણ મોબાઈલ ફોન, એકટીવા સહિત કુલ રૂપિયા 2.04 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ રવિ શામજીભાઈ ડોબરીયા, પ્રજ્ઞેશ ઠુંમર અને મીત કિરણભાઈ અંટાળાને ઝડપી લઇ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech