રાજકોટ સિવિલ હોસ્પિટલ એટલે સરકારી ખરાબાના રેઢા ખેતર જેવી સ્થિતિ છે, ડમડમ હાલતમાં રોડ પર પડેલા અપૂડા (દાડિયાઓ) ઈજાગ્રસ્ત હાલતમા પડા હોઈ તો કોઈ રાહદારી ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરે તો ૧૦૮ સિવિલમાં સારવાર માટે ખસેડે ત્યાં સુધી ઠીક હતું પરંતુ હવે તો સિવિલમાં ફલ થઇ ગયેલા નશાની હાલતમાં જ સીધા સિવિલમાં પહોંચી ધમાલ મચાવતા થયા છે.
આજરોજ બપોરના ધોમ તડકામાં ધોમ થયેલો યુવક ઇમરજન્સી વિભાગમાં પહોંચી પોતાના પૈસા અને મોબાઈલ કોઈએ લઈ લીધા હોવાનું કહી ધમાલ મચાવી વોર્ડ બહાર જ બેસી જતા તબીબોએ સિકયોરિટી બોલાવી પડી હતી. યુવક નશામાં ધૂત હોવાથી સિકયોરિટીને પણ ગાંઠતો નહતો અને અસભ્યતા ભયુ વર્તન કરવા છતાં તેને પકડીને બહાર તગેડવાની બદલે તેને હાજર પાંચથી વધુ સિકયોરિટી–સ્ટાફ દ્રારા બહાર જવા માટે ફોસલાવવામાં આવતો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે, યુવક પાસે ભાજપનો ઝંડો હતો. અને પોતાને ભાજપનો કાર્યકર હોવાનું કહેતો હતો. યુવક પોતાની રીતે ચાલી પણ શકતો ન હતો એટલો ચિક્કાર દા પીધો હતો.
આ જોતા હવે ગાંધીના ગુજરાતમાં દાબંધી હોવાની વાત તો જૂની થઇ ગઈ પણ ગાંધીના ગુજરાતમાં દાડિયા બેફામ છે એ આજની નવી વાત છે. જો કે ગુજરાતની આ સ્થિતિ સુધરે કે નહીં એ તો રામ જાણે પણ સિવિલ હોસ્પિટલમાં રેઢીયાર ખેતર જેવી સ્થિતિ સુધરશે કે કેમ ? તે હોસ્પિટલ કેમ્પસમાં આ નજારો જોઈ રહેલા દરેક વ્યકિતઓ સવાલ કરી રહ્યા હતા.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના સત્તાધીશો વખતો વખત સિકયોરિટી સહિતના સહિતના સ્ટાફને આકરા શબ્દોમાં જાતકની કાઢી ઇમર્જન્સી વિભાગ સુધી મીડિયા પહોંચે છે કેમ ? તેવા સવાલ કરતા હોઈ છે ત્યારે દાડિયાઓ ડમડમ હાલતમાં ઇમર્જન્સી સુધી પહોંચે છે કેમ ? આ સવાલ પણ વધુ જરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech