લઘુતમ તાપમાનમાં આજે સામાન્ય વધઘટ જોવા મળી છે. અમરેલી વડોદરા ભાવનગર ભુજ ડીસામાં લઘુતમ તાપમાન નો પારો સામાન્ય ઉંચે ચડ્યો છે અને દ્વારકા ઓખા પોરબંદર રાજકોટ વેરાવળમાં મિનિમમ ટેમ્પરેચર સામાન્ય નીચે ઊતર્યું હોવાથી ગઈકાલની સરખામણીએ આજે ઠંડીમાં થોડોક વધારો થયો છે.
નલીયામાં ગઈકાલે લઘુતમ તાપમાન 10.3 ડિગ્રી હતું તેમાં આજે એકાદ ડિગ્રી જેટલો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી નોંધાયું છે. નલિયામાં ફરી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝિટમાં આવી ગયો છે.
રાજકોટમાં ગઈકાલે 14.2 ડિગ્રી અને આજે 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં એક ડિગ્રીના ઘટાડા સાથે આજનું લઘુત્તમ તાપમાન 14.4 ડિગ્રી રહેવા પામ્યું છે઼ વેરાવળમાં સામાન્ય ફેરફાર સાથે આજે 18.4 ડિગ્રી લઘુતમ તાપમાન છે.
અમરેલીમાં આજે બે ડિગ્રી લઘુતમ તાપમાન ઊંચે ચડ્યું છે. અમરેલીમાં ગઈકાલે 11.8 અને આજે 13.2 ડિગ્રી લઘુતમ તાપમાન રહેવા પામ્યું છે. ભાવનગરમાં પણ સામાન્ય વધારા સાથે આજનું લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી રહ્યું છે. કચ્છમાં નલિયામાં લઘુતમ તાપમાન નીચે ઉતર્યું છે પરંતુ ભુજમાં પારો ઉપર ચડ્યો છે. ગઈકાલે ભુજમાં 13.8 અને આજે 14.1 ડીગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. ડીસામાં પણ ગઈકાલના 13.1 ડીગ્રીની સરખામણીએ આજે અડધો ડિગ્રીના વધારા સાથે 13.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ગાંધીનગરમાં ગઈકાલે 15 અને આજે 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સુરતમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચે ઉતર્યું છે. ગઈકાલે સુરતમાં 18.2 અને આજે 16.6 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે. અમદાવાદમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.