સમગ્ર હિમાલયન રીજીયનને પ્રભાવિત કરે તેવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ના ભાગરૂપે જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા ચાલુ છે. દરમિયાનમાં આગામી તારીખ 13 ના રોજ નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વિસ્તારને જ પ્રભાવિત કરશે અને તેના કારણે હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેશે.
ગુજરાતમાં આજે પણ ઠંડા પવનો ફુકાવાનું ચાલુ રહ્યું છે.લઘુતમ તાપમાનમાં ઘટાડાનો અને ઠંડીમાં વધારાનો સિલસિલો આજે પણ ચાલુ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આજે સામાન્યથી એકાદ ડિગ્રી જેટલું લઘુતમ તાપમાન નીચે ઊતર્યું છે. આજે ગિરનાર પર્વત ઉપર માત્ર 8.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. જુનાગઢ શહેરમાં 13.5 અને ભવનાથ તળેટીમાં 11.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.નલિયામાં 10 રાજકોટમાં 13.8 ડીસામાં 13.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
અમરેલીમાં 13.9 ભાવનગરમાં 14.2 ભુજમાં 14.2 દ્વારકામાં 18.8 ગાંધીનગરમાં 14.8 કંડલામાં 15.5 ઓખામાં 22.1 પોરબંદરમાં 14.4 સુરતમાં 18 વેરાવળમાં 19.8 અમદાવાદમાં 14.6 વડોદરામાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશ છત્તીસગઢ હરિયાણા પંજાબ ઓડીસા અને વિદર્ભમાં તારીખ 13 સુધી કોલ્ડ વેવ કન્ડિશન રહેશે. ઉત્તર પ્રદેશ મણીપુર આસામ જેવા રાજ્યોમાં ધુમ્મસનું પ્રમાણ વધુ રહેશે.