BREAKING NEWS

1૦ કરોડના ખર્ચ બનાવેલ પ્રોટેક્શન દિવાલમાં થયેલ ભ્રષ્ટાચાર ને દબાવી દીધા

  • September 24, 2026 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ ભાદર નદી ની અંદર ચાલી રહેલું પ્રોટેક્શન દિવાલ મોટા પાયે ભ્રષ્ટાચારથયેલ છે આ બાબતે જસદણના  રાજકોટ જિલ્લાના કોંગ્રેસના મહામંત્રી સુરેશભાઈ છાયાણી જણાવી રહ્યા છે કે જસદણ ભાદર નદી ની અંદર પ્રોટેક્શન દિવાલનું હાલ જે કામ ચાલુ રહ્યું છે તેમાં 70 ટકા જેટલો ભ્રષ્ટાચાર છે તેમજ તપાસ કરવા આવેલ અધિકારીઓ
પાસે ભ્રષ્ટાચાર માપવાની ટેપ પણ હોતી નથી નિયમ મુજબ લોખંડના સળિયાઓ 10 ઈંચ ની જગ્યા છોડીને લોખંડ નાખવાનું હોય છે પણ આ કામમાં તો દોઢક ફૂટ જેવો
ગાળો રાખીને લોખંડ નાખે છે તેમજ રેતી માં વધારે પડતી ધૂળ (માટી) વાળી વાપરેલી છે તેમજ નિયમ માં આવેલ ડિઝાઇન મુજબ પ્રોટેક્શન દિવસ બનાવેલ નથી તેમ છતાં કોન્ટ્રાક્ટર અને તેના મળતીયા ઓ પોતાએ કરેલો ભ્રષ્ટાચારને છુપાવવા માટે ખોટા નિવેદનો આપવા માટે પૂતળાઓ ઉભા કરવામાં આવ્યા છે એ નિવેદન આપવા વાળા ને ખબર પણ નહીં હોય આ કામ ક્યારે ચાલુ થયું કોણે કર્યું કઈ રીતે કામ થયું છે તેને તેને ખબર પણ નહીં હોય છતાં બીજા વિસ્તારના લોકોને પોતાએ ભ્રષ્ટાચાર છુપાવવા માટે નિવેદન્યા પૂતળા ઉભા કરવામાં આવેલ છે તેથી શું ભ્રષ્ટાચાર ઢકાઈ જશે ખરો આ કામમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ જસદણના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરા એ વિજિલન્સ તપાસ માંગી છે તો પછી ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા કેમ ચૂપચાપ બેઠા છે તેવો પણ સવાલ થયરહયો છે એ જસદણ શહેરના લોકો ની માંગ છે કે બંને નેતાઓ સાથે રહીને તપાસ કરાવે અને તપાસ કરાવીને ભ્રષ્ટાચારી ઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરાવરાવી ને આ ભ્રષ્ટાચાર બહાર લાવવો જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેવો સવાલ જાગૃત લોકો કરી  રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application