BREAKING NEWS

અમે દયા રાખી એટલે જ દેશના આ હાલ છે: સુપ્રીમે પોતાના જ વલણની ટીકા કરી

  • October 09, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણે દયા રાખીએ છીએ, એટલા માટે દેશની આ હાલત છે.' આ આકરી ટિપ્પણી છે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની. સુપ્રીમ કોર્ટે પોતાની જ ગુનેગારો પ્રત્યે નરમી દાખવવાની કે માફ કરી દેવાની પોતાની જ પરંપરા અને ન્યાયિક વલણની કડક આલોચના કરી છે.વાસ્તવમાં, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ શિલ નાગૂની બેંચ એક કેસની સુનાવણી કરી રહી હતી. આ સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તાએ મોટું નિવેદન આપતા કહ્યું કે ગુનેગારોને માફ કરવાના અથવા તેમની પ્રત્યે દયાભાવ રાખવાના વલણનો ક્યાંક ને ક્યાંક અંત આવવો જ જોઈએ.જસ્ટિસ દત્તાએ જણાવ્યું હતું કે અગાઉના સમયમાં જ્યારે હત્યાના અપરાધો ઓછા થતા હતા, ત્યારે ફાંસીની સજા માત્ર 'દુર્લભમાં દુર્લભ' કેસોમાં જ અપાતી હતી. પરંતુ, શું આજે પણ પરિસ્થિતિ એવી જ છે? વર્તમાન સમયમાં હત્યા જેવા ગંભીર અપરાધો ઓછા નથી રહ્યા.કોર્ટે આ વાત સમજાવવા માટે એક જૂના કેસનું ઉદાહરણ આપ્યું હતું. જેમાં એક પિતાએ પોતાની જ સૌથી મોટી પુત્રી પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરી નાખી હતી. આ કેસમાં નીચલી કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તે સજા ઘટાડીને આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી. ત્યારબાદ, તે જ આરોપી જ્યારે જામીન કે પેરોલ પર બહાર આવ્યો, ત્યારે તેણે પોતાની જ પત્નીની પણ હત્યા કરી નાખી, જેથી તે તેના વિરુદ્ધ ગવાહી ન આપી શકે.આવા ચુકાદાઓ અને ન્યાયિક માફી પર ગંભીર સવાલ ઉઠાવતા જસ્ટિસ દીપાંકર દત્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "આ સુપ્રીમ કોર્ટના માફ કરવાવાળા સ્વભાવને કારણે છે જેનો દેશ અને ભારત સામનો કરી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક તો આ બધી બાબતો પર રેખા ખેંચવી જ પડશે. આ સુપ્રીમ કોર્ટ છે, એટલા માટે આપણે કહીએ છીએ કે આપણા આ માફ કરવાના વલણનો હવે અંત આવવો જ જોઈએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application