મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું તા. ૨૩ મે, ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-અઝઘઅઈં દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ એડ્વેન્ચર ફેસ્ટમાં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત અઈ ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ધરોઈ એડવેન્ચર ફેસ્ટ વિશે વિગતો આપતા પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક અઈ ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ ૨૧ ટેન્ટ અને અંદાજિત ૧૦૦થી વધુ બેડની અઈ ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હોલની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ એડવેન્ચર ફેસ્ટમાં તાત્કાલીક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે, તેમ મંત્રીએ ઉમેર્યુ હતું. ધરોઈ - એડવેન્ચર ફેસ્ટ એ માત્ર એક ઉત્સવ નહીં, પણ કુદરતી વાતાવરણમાં સાહસ, સંસ્કૃતિ અને યાદગાર અનુભવનો અનોખો મેળો છે. આ વેકેશન દરમિયાન તમારા પરિવાર અને મિત્રો સાથે ધરોઈની મુલાકાત લઈને એક રોમાંચક અને યાદગાર અનુભવ માણવા માટે પ્રવાસન મંત્રીએ સર્વે પ્રવાસીઓને આમંત્રિત કર્યાં છે. આ ઉપરાંત ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં બુકિંગ અને વધુ વિગતો ૂૂૂ.લીષફફિિિંંજ્ઞીશિતળ.ભજ્ઞળ, ૂૂૂ.મવફજ્ઞિશફમદયક્ષિીંયિરયતિ.ંભજ્ઞળ અને ૂૂૂ.બજ્ઞજ્ઞસળુતવજ્ઞૂ.ભજ્ઞળ વેબસાઇટ પરથી મેળવી શકાશે, તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech