રાજકોટ શહેરમાં ઉનાળો શ થયાની જાણ વધતી જતી ગરમીથી નહીં પરંતુ મહાનગરપાલિકા કચેરીમાં પાણી પ્રશ્ને આવતા ટોળાઓથી થાય છે. હવે સૌની યોજનાને કારણે ડેમ બારેય મહિના નર્મદાનીરથી ભરેલા રહેતા હોય ઉનાળામાં પાણીકાપ મુકવો પડતો નથી અને સમગ્ર શહેરમાં દરરોજ પુરી ૨૦ મિનિટ પાણી વિતરણ થાય છે. ઉનાળામાં જળ માંગ વધવાની સાથે પાણીચોરી પણ વધી જતી હોય તેમજ યોગ્ય મેન્ટેનન્સના અભાવે પાણીની ફરિયાદોનું પ્રમાણ વધે છે. ઉનાળાના આરંભે રાજકોટ મહાપાલિકામાં પાણીને લગતી ૨૬૯૦ ફરિયાદો નોંધાઇ છે. રાજકોટમાં મીટરથી ૨૪ કલાક પાણી વિતરણ કરવાની છેલ્લા દોઢ દાયકાથી ચાલતી વાતોના વડા વચ્ચે વાસ્તવિકતા કંઇક અલગ છે અને મહાપાલિકાના તંત્રની બેદરકારીના પાપે તેમજ મેન્ટેનન્સના અભાવે વપરાશ કરતા વેડફાટ વધુ છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ શહેરમાં ઉનાળાના આરંભે પાણીને લગતી ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. તા.૧થી ૩૧ માર્ચ સુધીમાં કુલ ૨૬૯૦ ફરિયાદો નોંધાઇ છે જેમાં ઇલેકિટ્રક મોટર વડે ડાયરેકટ પમ્પિંગની ૪૦ ફરિયાદ, ભૂતિયા નળ જોડાણોની ૮ ફરિયાદ, નિર્ધારિત વીસ મિનિટ કરતાં ઓછો સમય પાણી વિતરણની ૭૬ ફરિયાદ, ઓછા ફોર્સથી પાણી વિતરણની ૪૭૨ ફરિયાદ, પાણી તદ્દન મળ્યું જ નહીં હોવાની ૭૦૭ ફરિયાદ, પાઇપલાઇન લિકેજની ૭૧૭ ફરિયાદો, પ્રદુષિત પાણીના વિતરણની ૫૦૩ ફરિયાદ, વાલ્વ ચેમ્બર ડેમેજ હોવાની ૭૫ ફરિયાદ, વાલ્વ લાંબો સમય સુધી ખુલો રહ્યાની ૯૨ ફરિયાદનો સમાવેશ થાય છે. શહેરના કોઇ પણ વિસ્તારમાં પાણીને લગતી ફરિયાદો હોય તો મહાપાલિકાના કોલ સેન્ટરના ટેલિફોન ન.ં ૦૨૮૧–૨૪૪૦૦૭૭ અથવા આરએમસી ઓન વ્હોટસ એપ સર્વિસના મોબાઇલ નંબર ૯૫૧૨૩ ૦૧૯૭૩ તેમજ ટોલ ફ્રી નં.૧૮૦૦ ૧૨૩ ૧૯૭૩ ઉપર કરવા તત્રં દ્રારા અપિલ કરાઇ છે
આજી–૧ ડેમના નર્મદાનીરમાંથી ઓટો રીક્ષા, છકડો અને ટ્રક સહિતના વાહનોની ધોલાઇ
રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતાં મુખ્ય જળ ક્રોત આજી–૧ ડેમમાં શહેરીજનોને પીવા માટે સૌની યોજનાનું મહામુલું નર્મદા નીર ઠાલવવામાં આવી રહ્યું છે તે નીરથી આજી–૧ ડેમના કાંઠે દરરોજ ઓટો રીક્ષાઓ, છકડો રીક્ષાઓ અને ટ્રક જેવા વાહનોની ધોલાઇનું કામકાજ બેરોકટોકપણે ચાલી રહ્યું છે. મહાપાલિકા તત્રં કે સિંચાઇ તત્રં દ્રારા કયારેય ડેમનું પાણી પ્રદુષિત કરવા મામલે કોઇ વાહનચાલક સામે કાર્યવાહી કરાતી નથી
ન્યારી–૧ ડેમમાં ખુલ્લેઆમ બેફામ માછીમારી જીવદયાપ્રેમીઓ તો રજૂઆતો કરીને થાકયા
સૌની યોજનાના નર્મદાનીરથી બારે મહિના ભરેલા રહેતા પશ્ચિમ રાજકોટના મુખ્ય જળ ક્રોત ન્યારી–૧ ડેમમાં છેલ્લા ઘણાં વર્ષેાથી બેફામ માછીમારી થઇ રહી છે, આ મામલે જીવદયાપ્રેમીઓ રજુઆતો કરીને થાકયા પરંતુ કોઇ પગલાં લેવાતા નથી, કયારેય કોઇ માછીમાર ઝડપાતા નથી. દિવસે જીવદયાપ્રેમીઓ માછલીને લોટ નાખે છે અને સાંજ ઢળતા માછીમારો જાળ બિછાવે છે
ડેમ સાઇટસ, પાણીના ટાંકા, પમ્પિંગ અને ફિલ્ટર સ્ટેશનોનું ચેકિંગ સદંતર બધં કેમ ?
રાજકોટ શહેરની ડેમ સાઇટસ, તળાવો સહિતના જળાશયો, પાણીના ટાંકા તેમજ પમ્પિંગ સ્ટેશન અને ફિલ્ટર સ્ટેશન સહિતના સંકુલોનું ચેકિંગ છેલ્લા ઘણાં સમયથી બધં થઇ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે, અને જો થતું હોય તો ત્યાંથી કઇં જ વાંધાજનક મળતું નથી અને મળતું હોય તો જાહેર કરાતું નથી અથવા તો સબ સલામતનો જ રિપોર્ટ કરી આપવામાં આવતો હશે ? તેવો સવાલ ઉઠા વિના રહેતો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech