બદ્રીનાથ ધામના કપાટ મંત્રોચ્ચારના નાદ વચ્ચે ખુલ્યા, ચારધામ યાત્રાના શ્રીગણેશ
બદ્રીનાથ ધામના કપાટ મંત્રોચ્ચારના નાદ વચ્ચે ખુલ્યા, ચારધામ યાત્રાના શ્રીગણેશ
April 23, 2026 06:00 AM
ઉતરાખંડદેશભરના લાખો ભકતો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા એ મંગલ પલ આવી પહોચી છે અને ચારધામ યાત્રાનો મંગલ આરભં થયો છે. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછીના દિવસે આજે બદ્રીનાથ ધામના કપાટ મંત્રોચ્ચારના નાદ વચ્ચે ખોલવામાં આવ્યા છે. ભગવાન બદ્રીનાથ ૧૪૯ દિવસ પછી ભકતો સમક્ષ પ્રગટ થયા, યાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની હાજરીમાં ભગવાન બદ્રીનાથ મંદિરના ભવ્ય દરવાજા ખોલવામાં આવ્યા. સવારે લગભગ ૬:૧૫ વાગ્યે હજારો ભકતોની સામે યારે મંદિરના દરવાજા સંપૂર્ણ વિધિઓ સાથે ખુલ્યા, ત્યારે આખું આકાશ ભગવાન બદ્રીનાથના મંત્રોચ્ચારથી ગુંજી ઉઠું.ભગવાન બદ્રીનાથના દિવ્ય દર્શન માટે મંદિરને ૨૫ કિવન્ટલ ફલોથી શણગારવામાં આવ્યું છે. ભગવાન બદ્રી વિશાલના મંદિરમાં પહેલી વાર ફલોથી મત્રં ઓમ લમીપતિ નમો લખવામાં આવ્યું છે. જય શ્રી બદ્રી નારાયણ અને વૈકુંઠાય નમો પણ લખાયેલા છે