પોરબંદર શહેરમાં બેફામ સ્પીડે આવતા વાહનચાલકો અકસ્માત સર્જીને નાશી છૂટે છે ત્યારે માર્કેટીંગ યાર્ડ નજીક ધુમ સ્પીડે આવતા બોલેરોના ચાલકે બેરણથી બાઇકમાં આવતા દંપતીને ઠોકર મારી દેતા ગંભીર રીતે ઘવાયેલ મહિલાનુ મોત નિપજ્યુ હતુ જ્યારે તેના પતિને ઇજાઓ થઇ છે. ત્યારે આ બનાવમાં અકસ્માત સર્જીને બોલેરો વાહન ત્યાંજ મૂકીને નાશી છૂટનાર શખ્શ સામે ગુન્હો દાખલ થયો છે.
બેરણ ગામે રહેતા નવઘણભાઇ દાદાભાઇ ખૂંટી દ્વારા ઉદ્યોગનગર પોલીસમથકમાં બનાવ અંગે એવી ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પોરબંદરના બેરણ ગામે રહેતા તેના ભત્રીજા રાજુભાઇ સવદાસભાઇ ખુંટી ઉ.વ. ૨૨ અને ભત્રીજાવહુ વાલીબેન ઉર્ફે વનીતાબેન ઉ.વ.૨૦ બાઇક પર પોરબંદરની હોસ્પીટલે તેના સ્વજનના ખબરઅંતર પૂછવા આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતી વેળાએ રોકડીયા હનુમાન રોડ પર માર્કેટીંગ યાર્ડ નજીકથી પસાર થતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલા એક બોલેરો ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વનીતાબેનને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયુ હતુ. જ્યારે પતિ રાજુભાઇને ઇજા થતા સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત સર્જીને બોલેરોનો ચાલક ત્યાંજ વાહન મૂકીને નાશી ગયો હતો. જેથી પોલીસે તેની વિધ્ધ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
દંપતીના લગ્ને હજુ થોડા મહિના પહેલા જ થયા હતા ત્યાંજ અકસ્માત સર્જાતા દંપતી ખંડિત થયુ છે. જેના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. આ ઘટના બનતા તેના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પોરબંદરના જુદા-જુદા વિસ્તારોમાં બેફામ સ્પીડે વાહન ચલાવતા ચાલકો અવારનવાર અકસ્માત સર્જીને નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે તેમ છતા તેઓની સામે નકકર કાર્યવાહી થતી નથી તેથી તેઓ બેફામ બન્યા છે ત્યારે પોલીસે પણ ઢીલીનીતિ દાખવવાના બદલે ફૂલસ્પીડે વાહન ચલાવનારા શખ્શો સામેની ઝૂંબેશને તેજ બનાવવી જોઇએ અને અકસ્માત સર્જનારા ચાલકોને કાયદાનું ભાન કરાવવુ જરી બન્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં 18 IAS અધિકારીઓની બદલીઓ અને નવી નિમણૂંકો
May 03, 2025 10:29 PMચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech