BREAKING NEWS

રાજકોટમાં શો-રૂમમાંથી રૂ.૮. લાખના કપડાં બે કર્મીએ બારોબાર વેચી નાંખ્યા

  • January 27, 2026 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂમમાંથી સ્ટોક મેનેજર સાહિત બે કર્મચારીઓએ કારીગરી કરી ૮૨૯ પીસ કિ.રૂ.૮.૩૦ લાખના કપડા બારોબાર વેચી નાખ્યા હતાં. જે અંગે મેનેજર દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


છેતરપિંડીના આ બનાવ અંગે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતાં મોહમ્મદ યાસીન મોહમ્મદ સરીફ રંગવાલા (ઉ.વ.૩૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પંકજ ચોરવાડા અને પ્રથમ બખથારીયાના નામ આપ્યા છે.


ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરમાં એમ.એન.ટી. રીટેઈલ કંપનીમાં કલ્સ્ટર મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા.૧૭/૦૯ ના રાજકોટ બ્રાન્ચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોર મેનેજર પંકજભાઈનો ફોન આવેલ કે, તમારી અંડરમાં આવતા રાજકોટ ખાતેના શો રૂમમાં મેગા માર્ટ કંપની દ્રારા ત્રીમાસીક ઓડીટ કરાવેલ જે ઓડીટ એપ્રીલ માસથી હાલ સુધી એટલે કે ૧૭/૦૯ સુધી હોય જેમા ઓડીટ બાદ કંપનીનાના માણસોએ જણાવેલ કે, એપ્રીલ માસથી આજ સુધીમાં આવેલ યુ. એસ. પોલો તથા એરો કંપની તથા ફાલાઇંગ મશીન કંપનીના ઓર્ડર મુજબના પીસની ગણતરી કરતા કુલ ૮૨૯ પીસ સ્ટોકમાં ઓછા બતાવે છે.


જેથી ફરીયાદી તુરંત જ રાજકોટ આવેલ અને આ શોપના ઇન્વેસ્ટર તાહા હુસૈન બવાલા તથા મોહસીન આગવાનને જાણ કરતાં તેઓ બન્ને ઇન્વેસ્ટર પણ રાજકોટ ખાતે આવેલ અને તમામ સ્ટાફને શોપ પર બોલાવેલ અને આ વખતે એક પ્રથમ બખચારીયા વ્યકિત હાજર રહેલ ના હતો. આ બન્ને ઇન્વેસ્ટરો તાહા હુસેન બલ્લુવાલા તથા મોહીસીન આગવાનએ પોતાની હાજરીમાં ફરીથી સુંદર શોપના સ્ટોર મેનેજર પંકજભાઇ ચોરવાડ કે જેઓ તમામ સ્ટોકનું તેમજ નાણાકીય વહીવટ સંભાળતા હોય તેમની તથા અન્ય સ્ટાફ દ્રારા ફરીથી ઓડીટ કરવામાં આવેલ અને ઓડીટ કરતા એપ્રીલ માસથી પ્ટેમ્બર માસ સુધીના આવેલ સ્ટોરમાંથી કુલ ૮૨૯ પીસ ઓછા મળેલ હતો.


જેથી તાહા હુસેન બલ્લવાલાએ પોતાની શોપમાં ત્રણેય કંપનીનો માલ સ્ટોક ઉપરનો અધિકાર મેનેજર તરીકે પંકજભાઈ ચોરવાડ તથા તેઓની અંડરમાં કામ કરતા સ્ટોરના સ્ટાફ પ્રથમ બખથારીયાને સોંપેલ હોય જેઓ બન્નેએ મળી પોતાની નોકરી દરમિયાન એમ.એન.ટી. રીટેઇલ કંપની સાથે વિશ્વાસધાત કરી કુલ ૮૨૯ પીસ માલસ્ટોક જે કુલ રૂ.૮,૨૯,૮૮૫ ની ઉચાપત કરી સ્ટોરમાંથી કોઈપણ રીતે માલસ્ટોક પોતાની રીતે સગેવગે કરી નાંખતા ફરીયાદ નોંધાવી હતી.


બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વિ. જી ડોડીયા તથા ટીમે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application