પાવર કાપ દરમ્યાન વોટર વર્ક્સ વિભાગની કાર્યવાહી
ખંભાળિયા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા માટે ચાવીરૂપ એવા પાલિકાના વોટર સ્ટોરના વિવિધ સ્ત્રોતોમાં રવિવારે પાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા સધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. શહેરના ઘી ડેમ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના પાણી સંગ્રહ માટેના ફિલ્ટર પ્લાન્ટ તેમજ અંડર ગ્રાઉન્ડ સમ્પ વિગેરેને સાફ-સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા નગરજનોને ઘી ડેમ બાદ અહીંથી પાણી અન્ય સ્ટોરેજ વિભાગમાં રાખવામાં આવે છે. તેવા અંડર ગ્રાઉન્ડ વોટર સમ્પ અને ફિલ્ટર પ્લાન્ટના સ્ત્રોતોમાં નગરપાલિકાના વોટર વર્ક્સના સ્ટાફ દ્વારા સાધન સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું.
શહેરીજનોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકાના વોટર વકર્સ ઈજનેર એન.આર. નંદાણીયા તેમજ તેમની ટીમ દ્વારા ગઈકાલે રવિવારે શહેરમાં પાવર કાપના સમયગાળાનો ઉપયોગ કરી અને અગાઉથી આયોજનબદ્ધ રીતે સવારથી જ આ સાફ-સફાઈની સઘન કામગીરી કરવામાં આવી હતી.
જેમાં ઘી ડેમ હેડ વર્કમાં વાલ્વ મેન સહિતની ટીમ દ્વારા અંડર ગ્રાઉન્ડ સંપ અને ફિલ્ટર પ્લાન્ટને સુવ્યવસ્થિત રીતે સ્વચ્છ કરાવી, અહીં રહેલા નુકસાનકર્તા તત્વોને દૂર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMપ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ: મદરેસા, હોટેલ ખાલી કરાવાયા: POKમાં કટોકટી જેવી સ્થિતિ
May 02, 2025 02:51 PMફુલસરમાં રહેતા શખ્સે યુવતિ સાથે લગ્ન કરાર કરી અવાર-નવાર દુષ્કર્મ આચર્યું
May 02, 2025 02:51 PMસિગારેટના ધૂમાડા કાઢવાની ના કહેતા કિશોર સહિત ચારનો બે યુવાન પર હૂમલો
May 02, 2025 02:49 PMઘોઘામાં સતત ઘુસી રહેલા દરિયાના પાણી
May 02, 2025 02:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech