BREAKING NEWS

'સરદાર 2' નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ: વિજય પ્રકાશની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું

  • September 01, 2026 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાઉથ સિનેમાના જાણીતા અભિનેતા કાર્થીની આગામી સ્પાઈ એક્શન થ્રિલર ફિલ્મ 'સરદાર 2' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨માં આવેલી સુપરહિટ ફિલ્મ 'સરદાર'ની સિક્વલ છે, જેનું નિર્દેશન પી.એસ. મિત્રને કર્યું છે.૨ મિનિટ અને ૫૮ સેકન્ડના આ ટ્રેલરમાં એજન્ટ ‘સરદાર’ (ચંદ્રબોસ) ની કહાનીનો નવો અધ્યાય જોવા મળે છે. ફિલ્મની વાર્તા એક સાથે સીક્વલ અને પ્રીક્વલ બંને તરીકે કામ કરે છે. આમાં જૂના એજન્ટ ચંદ્રબોસના ભૂતકાળની સાથે-સાથે તેના પુત્ર વિજય પ્રકાશના વર્તમાન મિશનની વાર્તા પણ આગળ વધારવામાં આવી છે. ફિલ્મમાં કાર્થી બંને (ડબલ) રોલમાં ધમાકો કરતા જોવા મળશે.ટ્રેલરમાં વિજય પ્રકાશના એક નવા અને ખતરનાક મિશનની ઝલક જોવા મળે છે. તે મદ્રાસમાં એક નવી બુકિંગની વાત કરે છે, જે જાપાની ભાષા જાણતા એકમાત્ર એજન્ટ સાથે જોડાયેલી છે. વાર્તામાં મોટો ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે માલવિકા મોહનનનો રસ્તો ૩૦,૦૦૦ લોકોના જીવન સાથે જોડાયેલા એક ટ્રેન મિશન સાથે જોડાય છે.
ટ્રેલર અનુસાર, ચંદ્રબોસે પોતાના ભૂતકાળમાં જે સફળ મિશન પાર પાડ્યું હતું, તેના નુકસાનની યાદો આજે પણ તેને હેરાન કરી રહી છે. વર્ષો પછી તે જૂના ઘાવ ફરી તાજા થાય છે અને તેમની સામે 'બ્લેક ડેગર' નામનો નવો દુશ્મન આવીને ઊભો રહે છે.પી.એસ. મિત્રન દ્વારા નિર્દેશિત આ ફિલ્મને એસ. લક્ષ્મણ કુમાર અને ઈશાન સક્સેનાએ પ્રોડ્યુસ કરી છે.કલાકારોની યાદી જોઈએ તો
કાર્થી (ડબલ રોલ), માલવિકા મોહનન, આશિકા રંગનાથ, યોગી બાબુ, અચ્યુત કુમાર, બાલાજી શક્તિવેલ અને રજિશા વિજયન મહત્વના રોલમાં નજર આવશે.
સાઉથના ફેન્સ માટે આ સ્પાઈ-થ્રિલર સસ્પેન્સ અને હાઈ-વોલ્ટેજ એક્શનથી ભરપૂર સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application