યુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાન્ના સ્ટારર ''થામા' વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે. આ હોરર કોમેડીના ટ્રેલરે નોંધપાત્ર ચર્ચા જગાવી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ૧૭ ઓકટોબરથી શરૂ થયું હતું, અને પહેલા દિવસે જ ફિલ્મ જોવા માટે લોકોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. પરિણામે, ''થામા'નું જોરદાર એડવાન્સ બુકિંગ જોવા મળી રહ્યું છે
આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાન્નાની ફિલ્મ 'થામા' દિવાળી ૨૦૨૫ માટે એક મોટી રિલીઝ છે. તે દિનેશ વિજનની મેડોક હોરર કોમેડી યુનિવર્સનો ભાગ છે, જેણે ી, મુંયા અને ભેડિયા જેવી ફિલ્મો બનાવી છે. આદિત્ય સરપોતદાર દ્રારા દિગ્દર્શિત, આ ફિલ્મ હોરર, કોમેડી અને રોમાંસનું મિશ્રણ છે જે દર્શકોને આકર્ષિત કરી રહી છે. આ ફિલ્મ વિશે ચાહકોમાં ભારે ઉત્સાહનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 'થામા' માટે એડવાન્સ બુકિંગ ૧૭ ઓકટોબરે શરૂ થયું હતું, અને થોડા કલાકોમાં જ દેશભરમાં ટિકિટો વેચાઈ ગઈ હતી. શનિવારે સવારે ૮ વાગ્યા સુધીમાં, 'થામા' માટે ૨૦,૬૪૫ ટિકિટો હિન્દી ૨ડી ફોર્મેટમાં પ્રી–બુક કરવામાં આવી છે.
ટ્રેડ નિષ્ણાતોનો અંદાજ છે કે 'થામા' તેના પહેલા દિવસે ૧૭–૨૨ કરોડનું કલેકશન કરી શકે છે. નોંધનીય છે કે આ ફિલ્મ હર્ષવર્ધન રાણેની 'એક દીવાને કી દિવાનીયાત' સાથે ટકરાશે. જોકે, 'થામા' પાંચ દિવસનો લાંબો ઓપનિંગ સાહનો રહેશે. નિર્માતાઓ ૧૦૦,૦૦૦ થી વધુ ટિકિટ વેચવાનું લય રાખી રહ્યા છે, અને પ્રથમ શો પહેલા ૧૨૫,૦૦૦–૧૫૦,૦૦૦ ટિકિટ વેચવાની અપેક્ષા રાખી રહ્યા છે. 'થામા'માં આયુષ્માન ખુરાના 'થામા'માં આલોકની ભૂમિકા ભજવે છે, યારે રશ્મિકા મંદાન્ના તડકાની ભૂમિકા ભજવે છે. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી યક્ષમાનું પાત્ર ભજવશે. અભિનેતા પરેશ રાવલ શ્રી રામ બજાજ ગોયલનું પાત્ર ભજવશે