રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અિકાંડમાં ૩૦ વ્યકિતના કણ મોત નિપયા બાદ હવે ફરી શહેરમાં ફાયર સેટી અને ફાયર એનઓસીનું ચેકિંગ શ થયું છે ત્યારે રાજકોટમાં ફાયર એનઓસી મામલે ચાલતી લાંચિયાગીરીનો મુદ્દો વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે, હકીકત તો એ છે કે યાં સુધી ફાયર એનઓસીમાં લાંચિયાગીરીના લબકારા બધં નહીં થાય ત્યાં સુધી કયાંક ભ્રષ્ટ્રાચારની આગ નહીં બુઝે તેમ કહેવામાં અતિશયોકિત નથી.
રાજકોટ ફાયર બ્રિગેડમાં વર્ષેાથી ચાલતી લાંચિયાગીરીથી ભાગ્યે જ શહેરમાં કોઇ અજાણ હશે, દરેક અધિકારી કે દરેક કર્મચારી આ પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય તેવું નથી પરંતુ જેમની પાસે નિર્ણાયક સતાઓ છે તેઓ યેનકેન પ્રકારે પોતાનો લાભ લેતા જ રહે છે અને તેઓ કહે તેમ કરે તો જ અરજદારનું કામ થાય છે તે બાબત તો હવે પબ્લિક સિક્રેટ જેવી છે. ફકત એનઓસી માટે જ લાંચિયાગીરી નહીં પરંતુ અમુક અધિકારીઓ તો ફાયર સેફટીના સાધનો વેંચનાર વેપારીઓના વચેટીયા બની ગયા છે, અને સાધનો કયાંથી ખરીદવા તેની સલાહ પણ વેપારીઓના વિઝીટિંગ કાર્ડ સાથે અરજદારોને આપતા રહે છે. રાજકોટ ફાયર બ્રિગેડમાં ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ ખરા અર્થમાં જાંબાઝ છે અને કોઇ પણ દુર્ઘટના સમયે અવ્વલ દરાની કામગીરી કરે છે પરંતુ તેમની આ કામગીરીનો જશ ખાટી તેમની ઉપર બેઠેલા અમલદારો પોતાની પ્રસાદી મેળવતા રહે છે. ભૂતકાળમાં રાજકોટ ફાયર બ્રિગેડના અમુક અધિકારી ફાયર એનઓસી માટે લાંચ લેતા ઝડપાઇ ચુકયા છે તે સર્વવિદિત છે. આર્કિટેકટસ અને કન્સલ્ટિંગ સિવિલ એન્જીનિયર્સ પણ ફાયર બ્રિગેડના અધિકારીઓના દલાલની ભૂમિકા ભજવી રહ્યા છે, આવી પ્રેકિટસ કરનારના લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઇએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech