BREAKING NEWS

બિગ બેશનો પ્રથમ મેચ ચેન્નાઈમાં

  • July 10, 2026 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન મોદી ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાતે પહોચ્યા છે અને આ દરમિયાન,નરેન્દ્ર મોદી આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહોંચ્યા હતા યાં તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે મુલાકાત કરી હતી, આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ સ્થાનિક યુવા ખેલાડીઓ અને એનઆરઆઈ સાથે ઉત્સાહપૂર્વક વાતચીત કરી હતી. આ તકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર હતા.આ તકે મોદીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો વિષે મહત્વપૂર્ણ વાત કરી હતી અને સાથે સાથે આ દોસ્તીના નવા અધ્યાય તરીકે બીગ બેશ લીગ ભારતમાં યોજાશે તેવી ઉત્સાહપૂર્ણ જાહેરાત પણ કરી હતી. બંને દેશોએ બિગ બેશ લીગ અંગે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત જણાવ્યું છે કે બિગ બેશ લીગની કેટલીક શઆતની મેચો આ વર્ષે ડિસેમ્બરમાં ભારતમાં યોજાશે. આ લીગ, આઈપીએલની જેમ, એક ફ્રેન્ચાઇઝ લીગ છે, અને તેની શઆતની મેચો ભારતના ચેન્નાઈમાં યોજાશે. આ પહેલી વાર હશે યારે ભારત કોઈ વિદેશી લીગનું આયોજન કરશે.
મુલાકાત દરમિયાન, પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્ર્રીય માસ્કોટ, બી ધ ને મળ્યા. પીએમએ તેમની મુલાકાત દરમિયાન યુવા ક્રિકેટરો સાથે પણ વાતચીત કરી અને તેમની જર્સી પર ઓટોગ્રાફ આપ્યો. સભાને સંબોધતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા રમતગમતના ક્ષેત્રમાં એકબીજાને ટેકો અને વિકાસ કરશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ૨૦૩૬ ઓલિમ્પિકનું આયોજન કરવા માટે બોલી લગાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application