લોકો પોતાની માહિતી જાતે ભરી શકશ
ભારતની પ્રથમ ડિજિટલ અને જાતિ આધારિત વસ્તી ગણતરી તરફ એક મોટા પગલામાં, વસ્તી ગણતરી ૨૦૨૭ ના પ્રથમ તબક્કા માટે પ્રી–ટેસ્ટિંગ આજથી શ થવાનું છે. આ તબક્કા દરમિયાન, ગણતરીકારો તેમના સંબંધિત વિસ્તારોમાં પ્રખ્યાત નાગરિકોના ઘરની મુલાકાત લેશે જેથી તેઓ ઓનલાઈન પોર્ટલ દ્રારા તેમની વિગતો ભરી શકે. એક વરિ સરકારી અધિકારી કહે છે કે સ્વ–ગણતરી મોડુલની અસરકારકતા ચકાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી હશે અને સ્વતત્રં ભારતમાં પ્રથમ વખત જાતિ આધારિત વસ્તી ગણતરીનો પણ સમાવેશ થશે.
પ્રા માહિતી અનુસાર સ્વ–ગણતરી પોર્ટલ અને મોબાઇલ એપ્લિકેશનનું પરીક્ષણ ૧લી થી ૧૦મી નવેમ્બર અને ૧૦મી નવેમ્બર અને ૩૦મી નવેમ્બર વચ્ચે મર્યાદિત વિસ્તારોમાં કરવામાં આવશે. સરળ ઉપયોગિતા પરીક્ષણ સુનિશ્ચિત કરવા માટે લિંક જાહેરમાં શેર કરવામાં આવશે નહીં. આ તબક્કામાં આશરે ૩૦ ઘર–વિશિષ્ટ્ર પ્રશ્નો પૂછવામાં આવશે. મકાન નંબર, ઘરની છત અને લોરની મુખ્ય સામગ્રી, પરિવારના વડાનું નામ અને લિંગ, ઘરમાં રહેતા વ્યકિતઓની સંખ્યા,
પીવાના પાણીનો મુખ્ય ક્રોત, વીજળી પુરવઠો, શૌચાલયની ઉપલબ્ધતા, રસોઈ માટે વપરાતું બળતણ, ટીવી, કમ્પ્યુટર, મોબાઇલ, વાહન વગેરે જેવી માહિતી એકત્રિત કરવામાં આવશે.
રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરે ૧૬ ઓકટોબરના રોજ એક જાહેરનામું બહાર પાડું હતું જેમાં જણાવાયું હતું કે હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ () માટે આ પૂર્વ–પરીક્ષણ ૧૦ થી ૩૦ નવેમ્બર દરમિયાન તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પસંદગીના વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે, યારે સ્વ–ગણતરી સુવિધા ૧ થી ૭ નવેમ્બર દરમિયાન ઉપલબ્ધ રહેશે.
અધિકારીના જણાવ્યા મુજબ, ગણતરીકારો પહેલા પસદં કરેલા નાગરિકો સાથે પોર્ટલ સરનામું શેર કરશે જેથી તેઓ પ્રશ્નાવલી ઓનલાઈન ભરી શકે. ત્યારબાદ તેઓ ૧૦ થી ૩૦ નવેમ્બર દરમિયાન તે જ ઘરોની ફરી મુલાકાત લેશે અને મોબાઇલ એપ્લિકેશન દ્રારા બાકીના ઘરો માટે માહિતી એકત્રિત કરશે. બંને મોડુલ સેન્સસ મેનેજમેન્ટ અને મોનિટરિંગ સિસ્ટમ સાથે સંકલિત છે.
કોવિડ–૧૯ મહામારીને કારણે મુલતવી રાખવામાં આવેલી ૨૦૨૧ની વસ્તી ગણતરી હવે ૨૦૨૭ની વસ્તી ગણતરી તરીકે હાથ ધરવામાં આવશે, જેની અંતિમ ગણતરી ૧ એપ્રિલ, ૨૦૨૬ અને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૭ વચ્ચે પૂર્ણ થશે.
પાછલી વસ્તી ગણતરી પ્રક્રિયા દરમિયાન રાષ્ટ્ર્રીય વસ્તી રજિસ્ટર (એનપીઆર) પણ અપડેટ કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારે લોકસભામાં સ્પષ્ટ્રતા કરી છે કે આ વખતે એનપીઆર અપડેટ કરવામાં આવશે નહીં. એનપીઆર ડેટા છેલ્લે ૨૦૧૫–૧૬માં સુધારવામાં આવ્યો હતો.
સૂત્રો અનુસાર, જાતિ આધારિત પ્રશ્નો માટેનું માળખું હજુ સુધી અંતિમ સ્વપ આપવામાં આવ્યું નથી, તેથી હાલમાં ફકત એચએલઓ તબક્કાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૨૧ની વસ્તી ગણતરી માટે, ૨૦૧૯માં પણ આવી જ એક પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૭૬ જિલ્લાઓમાં ૨૬ લાખ લોકોને આવરી લેવામાં આવ્યા હતા