BREAKING NEWS

ગુજરાતમાં ૧ જૂનથી વસતિ ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાશે, પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવી

  • May 07, 2026 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યમાં વસતિ ગણતરી ૨૦૨૬ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (પ્લાનિંગ) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ગેઝેટ મુજબ, આગામી ૧ જૂન ૨૦૨૬ થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હાઉસ લિસ્ટિંગ’ (મકાન યાદી) અને હાઉસિંગ સેન્સસની કામગીરી હાથ ધરવામાં આવશે.તે પૂર્વે અધિકારીઓને કર્મચારીઓને તાલીમ આપવામાં આવશેઆ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટે ૧૦ મે થી ૧૫ મે દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સઘન તાલીમ આપવામાં આવશે. રાજ્યભરમાં લાખો ગણતરીકારો અને સુપરવાઈઝરોને કામગીરીમાં જોડાશે. આ માટે રાજ્ય સ્તરે રૂ. ૧૦ લાખ, જિલ્લા સ્તરે રૂ. ૫ લાખ અને તાલુકા સ્તરે રૂ. ૧ લાખ સુધીના બજેટની ફાળવણી કરવામાં આવી છે.


વસતિ ગણતરીની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે સરકાર દ્વારા પ્રથમ વખત નાગરિકોને પોતાની માહિતી જાતે નોંધાવવાની તક આપવામાં આવી છે. ૧૭ મે થી ૩૧ મે દરમિયાન ‘સેલ્ફ એન્યુમેરેશન’ પ્રક્રિયા ચાલશે, જેમાં નાગરિકો ઓનલાઈન માધ્યમથી પોતાની વિગતો સ્વયં ભરી શકશે. જે લોકો આ સમયગાળામાં માહિતી નહીં નોંધાવે, તેમના ઘરે ૧ જૂનથી ગણતરીકારો રૂબરૂ મુલાકાત લેશે.


આ પ્રક્રિયા દરમિયાન ગણતરીકારો દરેક મકાન અને રહેણાંક એકમની મુલાકાત લેશે. કુટુંબદીઠ આશરે ૩૩ જેટલા સવાલો પૂછવામાં આવશે, જેમાં મકાનનો પ્રકાર, સુવિધાઓ અને કુટુંબની પાયાની વિગતોનો સમાવેશ થશે. ડેટા એકત્રીકરણ માટે મોબાઈલ એપ્લિકેશન અને CMMS પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી રિયલ-ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે.


આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટે ૧૦ મે થી ૧૫ મે દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને સઘન તાલીમ આપવામાં આવશે. રાજ્યભરમાં લાખો ગણતરીકારો અને સુપરવાઈઝરો આ કામગીરીમાં જોડાશે. આ માટે રાજ્ય સ્તરે રૂ. ૧૦ લાખ, જિલ્લા સ્તરે રૂ. ૫ લાખ અને તાલુકા સ્તરે રૂ. ૧ લાખ સુધીના બજેટની ફાળવણી કરવામાં આવી છે.

આ વખતની ગણતરીમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર ‘ડિજી ડોટ’ તરીકે અંકિત કરવામાં આવશે. જિયો-ટેગિંગની આ પદ્ધતિથી આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને સીમાંકન પ્રક્રિયામાં ચોકસાઈ આવશે. આ ઉપરાંત, સ્થળાંતરના દર અને વિકાસના મૂલ્યાંકન માટે પણ આ ડેટા અત્યંત મહત્વનો સાબિત થશે.આ આધુનિક અને ટેક-સજ્જ વસતિ ગણતરી ગુજરાતના ભવિષ્યના આયોજન અને સચોટ નીતિ નિર્ધારણ માટે પાયાનો પથ્થર સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application