BREAKING NEWS

યુવક મહોત્સવમાં પ્રથમ સ્થાને વિજેતાને પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાશે: કુલપતિ

  • October 16, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ માં યોજાતી સ્પર્ધામાં દરરોજની સ્પર્ધા મુજબ વિજેતાઓને ઇનામો વિતરણ અને સર્ટિફિકેટ આપવામાં આવતા હોય છે. પરંતુ યુનિવર્સિટીએ આ વખતે પ્રથમ વખત સમાપન સમારોહ નું આયોજન કર્યું હતું.

આ સમાપન સમારોહને સંબોધતા કુલપતિ ઉત્પલ જોશી એ જણાવ્યું હતું કે પ્રથમ સ્થાને વિજેતા થનાર તમામ ખેલાડીઓને પરીક્ષા ફી માં સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવશે અને આગામી દિવસોમાં વેસ્ટ ઝોન નેશનલ કક્ષાની યોજનારી સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે.

કુલપતિએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાનાર યુવક મહોત્સવ જેવી સ્પર્ધાઓમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવાની પ્રેરણા મળે તે માટે આ જાહેરાત કરવામાં આવી છે.

ત્રણ દિવસનો યુવક મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે પૂરો થયા પછી સમાપન કાર્યક્રમમાં ઇન્ચાર્જ રજીસ્ટ્રાર ડોક્ટર આર જી પરમાર શારીરિક શિક્ષણ નિયામક હરીશ રાબા જુદી જુદી સ્પર્ધાના કન્વીનરો નિર્ણાયક મંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચિગ તથા નોન ટીચિગ સ્ટાફ ખેલાડીઓ અને જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન કાર્યક્રમમાં 99 ટ્રોફી અને 33 સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટ્રોફી તથા પ્રમાણપત્ર નું વિતરણ કરવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 275 જેટલી કોલેજો અને 29 જેટલા ભવન માંથી માત્ર 77 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ યુવક મહોત્સવમાં ભાગ લીધો હતો. યુવક મહોત્સવ સંપન્ન થયા પછી હવે વેકેશનનો મૂડ આવી ગયો છે અને દિવાળીના તહેવારો પછી નવું સત્ર શરૂ થશે, યુનિવર્સિટી ભવનો વહીવટી બિલ્ડીંગ વગેરે આગામી તારીખ 19 થી તારીખ 26 સુધી દિવાળી તહેવાર નિમિત્તે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application