સોમવારે પૂ. શંકરાચાર્યજીના હસ્તે દરેડમાં પરશુરામ મંદિરનું થશે ભૂમિપુજન

  • May 03, 2025 11:11 AM 

‚ા. ૮ કરોડના ખર્ચે ૬ હજાર ફુટમાં ભગવાન પરશુરામનું મંદિર બનતું હોય ત્યારે પુર્વ મુખ્યમંત્રી વિજય ‚પાણી, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, રામભાઇ મોકરીયા, પૂ. કૃષ્ણમણી મહારાજ, પૂ. દેવપ્રસાદજી મહારાજ સહિતના અનેક સંતો મહંતો હાજરી આપશે

છોટીકાશીમાં દરેડ ગામમાં તક્ષશીલા સંકુલની વિશાળ જગ્યામાં આગામી સોમવાર તા. ૫ના રોજ સવારે ૯-૩૦ વાગ્યે સનાતન ધર્મના વડા અનંતશ્રી વિભુષીત દ્વારકા શારદાપીઠાધીશ્ર્વર જગદ્ગુ‚ શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજીના મહારાજના હસ્તે  દરેડ ખાતે ભગવાન પરશુરામનું ‚ા. ૮ કરોડના ખર્ચે ૬ હજાર ફુટ જગ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય શ‚ થશે જેમાં સંતો, મહંતો, રાજકીય અગ્રણીઓ, ભુદેવો ઉપસ્થીત રહેશે. 

બ્રહ્મ એજયુકેશન એન્ડ સોશ્યલ ડેવલપમેન્ટની જગ્યામાં દરેડ ખાતે સનાતન ધર્મ તથા બ્રાહ્મણોના આરાઘ્ય દેવ ભગવાન પરશુરામજીનું ભવ્યાતી ભવ્ય મંદિર બનવા જઇ રહયું છે, પરશુરામના જન્મ સ્થળ મઘ્યપ્રદેશ ઇન્દોરની બાજુમાં આવેલ જાનાપાઉ ગામમાં આશ્રમ આવેલ છે ત્યાથી રજ (માટી) જામનગરના શાસ્ત્રી વિરલભાઇ નાકર અને જયેશભાઇ ગોપીયાણી લઇ આવ્યા હતા ત્યારબાદ માટીની ઇંટોનું પુજન કરવામાં આવ્યુ હતું. 

મંદિરના શિખરની ઉંચાઇ ૬૫ ફુટ હશે, આ ઉપરાંત જગદગુ‚જી સદાનંદ સરસ્વતીજી મહારાજનો આશ્રમ, ભવિષ્યમાં દિકરીઓ માટે હોસ્ટેલ, રમત ગમત સંકુલ, ગૌશાળા, સંતો મહંતો માટે અતિથિ ગૃહ, નૈસર્ગીક પર્યાવરણ સુશોભન હોસ્પીટલ, કોલેજ, એમપી થીયેટર અને વ્યવસાય તાલીમ ભવાન પણ બનાવવામાં આવશે. 

સોમવારે યોજાયેલા ભુમીપુજનના કાર્યક્રમમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ, ખીજડા મંદિરના આચાર્ય પૂ. કૃષ્ણમણીજી મહારાજ, ચાપરડાના સંત શિરોમણી પૂ. મુકતાનંદબાપુ, ૧૦૦૮ પૂ. મહામંડલેશ્ર્વર કનકેશ્ર્વરીદેવીજી, ગજાનન આશ્રમ માલસરના પૂ. વિજયભાઇ જોશી, બહુચરધામ ભાવનગરના ૧૦૦૮ મહામંડલેશ્ર્વર ભગવાનદાસ બાપુ, કુન્નડના કુંડલીયા હનુમંત ધામના ૧૦૦૮ પૂ. અવધેશદાસજી મહારાજ, ગોપનાથના ગાદીપતી પૂ. સીતારામબાપુ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પુનમબેન માડમ, પરસોતમભાઇ ‚પાલા, રામભાઇ મોકરીયા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પબુભા માણેક, મેઘજીભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડીયા, અમિતભાઇ ઠાકર, અનીકેતનભાઇ ઠાકર, સેજલબેન પંડયા, હેમતભાઇ ખવા, ઉદયભાઇ કાનગડ, પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અનિલભાઇ મેતા, વિજયભાઇ બુજડ, ડો. વિજયભાઇ સાતા સહિતના અગ્રણીઓ મુખ્ય મહેમાનપદે હાજર રહેશે.

આ ઉપરાંત મેયર વિનોદ ખીમસુર્યા, ડીસ્ટ્રીક કો.ઓ. બેંકના ચેરમેન જીતુભાઇ લાલ, જીલ્લા પંચાયતના પ્રમુખ મયબેન ગરચર, ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, જીલ્લા પ્રમુખ ડો. વિનોદભાઇ ભંડેરી, સિનીયર એડવોેકટ હિતેનભાઇ ભટ્ટ, જીલ્લા બ્રહસમાજના પ્રમુખ પ્રફુલભાઇ વાસુ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકોના શાશકપક્ષના આશિષભાઇ જોશી, ઉધોગપતી ધરમભાઇ જોશી સહિતના મહેમાનો પણ હાજર રહેશે. 

છેલ્લા કેટલાક સમયથી તક્ષશીલા પરશુરામધામમાં ભુમીપુજન અને બ્રહ્મચોર્યાસી અને મહાપ્રસાદના કાર્યક્રમને સફળ બનાવવા શારદાપીઠ દ્વારકાના સચિવ પૂ. બ્રહ્મચારી નારાયણનંદજી, સચિવ ગુણવંતભાઇ ભટ્ટ, ટ્રસ્ટી વિપીનભાઇ પુંજાણી, ટ્રસ્ટી ચંદ્રકાંતભાઇ ભટ્ટ, સંયોજક અજયભાઇ જાની અને રવિભાઇ ત્રિપાઠી, ડી.કે. ભટ્ટ, ગૌરવભાઇ વ્યાસ, પરીક્ષીત પુંજાણી, જાનકીબેન પુંજાણી, એન.ડી. ત્રિવેદી, સતીષભાઇ જોશી સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ કાર્યક્રમમાં જામનગરની તમામ બ્રહસમાજ જ્ઞાતીનઓના અગ્રણીઓ અને જ્ઞાતીજનો હાજર રહેશે.

જામનગરમાં જે પરશુરામ મંદિર બનવાનું છે તેમા જગદગુ‚ શંકરાચાર્યજી પધારવાના હોય કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે, અને તમામ જ્ઞાતીના ઘટકો સાથે પણ મિટીંગોનું આયોજન થઇ રહયું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application