BREAKING NEWS

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની સાધારણ સભા યોજાઈ

  • May 05, 2026 09:57 PM 

રાજકોટ : સેવાભારતી કાર્યાલય, રાજકોટ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ, જિ™ રાજકોટ દ્વારા સાધારણ સભા તથા જિલ્લા કારોબારી બેઠડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત મહામંત્રી પરેશભાઈ પટેલ, પ્રાથમિક સંવર્ગના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગ-૧ના સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, મીડિયામાંથી રવિભાઈ પાંડોર, માધ્યમિક વિભાગમાં પ્રાંતમાંથી ગીતાબેન જલુ, વિભાગ મહિલા સંગઠન મંત્રી ટો. લાભુબેન કારાવદરા વિશેષ ઉપસ્વિત રહ્યા હતા.આ બેઠકની શરૂઆત જિલ્લા મંત્રી સાગરભાઈ પોપટના સંચાલનમાં મંચસ્વ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા
કરવામાં આવી હતી. ત્યારબાદ જિતા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય દ્વારા સરસ્વતી વંદનાવી આધ્યાત્મિક માહોલ વચ્ચે બેઠાનો શુભારંભ થયો. રાજકોટ જિલ્લા અધ્યક્ષ સંજયભાઈ દુંબલ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવો, પ્રાંત પ્રતિનિધિઓ અને શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત સાથે છેવા ૧૩ માસ દરમિયાન થયેલ સંગઠનાત્મક કાર્યનું વિસ્તૃત પ્રતિબિંબ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી ત્રણ વર્ષ માટે જિલ્લા ટીમની રચના નીચે મુજબ જાહેર કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ સંજયભાઈ હુંબલ - ગોંડલ તાલુકો, મંત્રી સાગરભાઈ પોપટ-રાજકોટ તાલુકી, સંગઠન મંત્રી રામભાઈ શિંગાળા-લોધિકા તાલુકો, વરિય ઉપાધ્યક્ષ મનીષભાઈ માકડીયા-ઉપલેટા તાલુકો, હિરેનભાઈ વ્યાસ-પડધરી તાલુકો, કોષાધ્યક્ષ ઉમેશભાઈ પેવાણી-ગોંડલ તાલુકો, મહિલા ઉપાધ્યક્ષ કવિતાબેન પાઠક - પડધરી તાલુકો, મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય-
પડધરી તાલુકો, મહિલા સહમંત્રી પ્રીતિબેન ાણીધારીયા-ગોંડલ તાલુકો, ઉપાવ્યક્ષ પ્રવીણભાઈ પારખીયા-ગોંડલ તાલુકો, ઝાલા અરવિંદસિંહ-રાજકોટ તાલુકો, વિમલભાઈ ઉપાસ-રાજકોટ તાલુકો, દીપકભાઈ નાગ્રેચા-પડઘરી તાલુકો, હિતેશભાઈ જોટાણીયા-લોપિકા તાલુકો, સહમંત્રી આશિષભાઈ ભોલવાડ-ગોંડલ તાલુકો, નવનભાઈ વ્યાસ-રાજકોટ તાલુકો, સહ સંગઠન મંત્રી કેતનભાઈ નકુમ-ગોંડલ તાલુકો, મનીષભાઈ કાલરીયા-ગોંડલ તાલુકો, આંતરિક ઓડિટર પરેશભાઈ રામાણી-જસદણ તાલુકો, પ્રચારમંત્રી ઘનશ્યામભાઈ બાલધા-જામ કંડોરણા તાલુકો, કાર્યાલય મંત્રી જનકભાઈ સાંડપા, સહ કાર્યાલય મંત્રી ખેંગારભાઈ સોસા-રાજકોટ તાલુકો, સહપ્રચાર મંત્રી ડાભી મધુરભાઈ-જામ કંડોરણા તાલુકો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application