તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલી ૨૦૨૬થી ૨૦૨૯ની ૭૯ સભ્યો અને ૨૬ વિશેષ આમંત્રિત સહિત કુલ ૧૦૫ સભ્યોની કારોબારીમાં જે પ્રકારે ભૌગોલિક ક્ષેત્રોને ધ્યાને લઇને વ્યૂહાત્મક નિમણૂંકો કરાઇ છે તે જોતા મહાનગરપાલિકાઓની આગામી ચૂંટણી જીતવી ભાજપ માટે આસાન બની રહેશે.
પ્રદેશ ભાજપની ૧૦૫ સભ્યોની કારોબારીમાં ૪૮ સભ્યો આઠ મહાનગરોમાંથી લેવામાં આવ્યા છે, જેમાં ૩૭ સભ્યો અને ૧૧ વિશેષ આમંત્રિત સમાવિષ્ટ છે. એકંદરે પ્રદેશ કારોબારીમાં મહાનગરો ઉપર વિશેષ ઝોક રાખવામાં આવ્યો છે તે આંકડાકીય વિશ્લેષણ ઉપરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. ગુજરાત પ્રદેશમાં કુલ ૫૮૦ મંડલ, ૧૮૨ વિધાનસભા બેઠક, ૧૨૭૫૬ શક્તિ કેન્દ્રો, પ્રદેશ કારોબારીમાં ૭૯ સભ્યો અને વિશેષ આમંત્રિત ૨૬ સહિત કુલ ૧૦૫ સભ્યો સમાવિષ્ટ છે. અલબત્ત દરેક જિલ્લા અને મંડલને પ્રદેશ કારોબારીમાં જે પ્રકારે પ્રતિનિધિત્વ અપાયું છે તે જોતા આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ ભાજપની જીત નિશ્ચિત બની રહેશે.
ગુજરાત રાજ્યના આઠ મહાનગરો અને ૩૩ જિલ્લામાંથી ભાજપની પ્રદેશ કારોબારીમાં ક્યા મહાનગર અને ક્યા જિલ્લામાંથી કેટલાનો સમાવેશ કરાયો છે તે અત્રે પ્રસ્તુત છે.
-રાજકોટ મહાનગર
મંડલ ૧૮, વિધાનસભા બેઠક ચાર, શક્તિ કેન્દ્રો ૨૫૧, પ્રદેશ કારોબારીમાં સભ્ય છ, વિશેષ આમંત્રિત બે સહિત કુલ આઠ સભ્ય
-સુરત મહાનગર
મંડલ ૩૦, વિધાનસભા બેઠક ચાર, શક્તિકેન્દ્રો ૨૫૧, પ્રદેશ કારોબારીમાં સભ્ય આઠ, વિશેષ આમંત્રિત કોઇ નહીં.
-ભાવનગર મહાનગર
મંડલ ૧૩, વિધાનસભા બેઠકની સંખ્યા બે, શક્તિ કેન્દ્રોની સંખ્યા ૧૨૫, પ્રદેશ કારોબારીમાં સભ્ય એક, વિશેષ આમંત્રિત એક સહિત કુલ બે સભ્ય
-વડોદરા મહાનગર
મંડલ ૧૯, વિધાનસભા બેઠક પાંચ, શક્તિ કેન્દ્રોની સંખ્યા ૩૧૧, પ્રદેશ કારોબારીમાં સભ્ય પાંચ, વિશેષ આમંત્રિત કોઇ નહીં
-ગાંધીનગર મહાનગર
મંડલ ૧૧, વિધાનસભા બેઠક એક, શક્તિ કેન્દ્રો ૭૨, પ્રદેશ કારોબારીમાં સભ્ય છ, વિશેષ આમંત્રિત બે સહિત કુલ આઠ સભ્ય
- જામનગર મહાનગર
મંડલ ૧૬, વિધાનસભા બેઠકની સંખ્યા ૧૦૧, પ્રદેશ કારોબારીમાં સભ્ય એક, વિશેષ આમંત્રિત કોઇ નહીં
- કર્ણાવતી મહાનગર
મંડલ ૪૮, વિધાનસભા બેઠકની સંખ્યા ૧૬, શક્તિ કેન્દ્રો ૮૭૯, પ્રદેશ કારોબારીમાં સભ્યો સાત, વિશેષ આમંત્રિત પાંચ સહિત કુલ ૧૨ સભ્યો
- જૂનાગઢ મહાનગર
મંડલ ૧૫, વિધાનસભા બેઠક એક, શક્તિ કેન્દ્રોની સંખ્યા ૬૧, પ્રદેશ કારોબારીમાં સભ્યો ત્રણ અને એક વિશેષ આમંત્રિત સહિત કુલ ચાર
પ્રદેશ કારોબારીમાં ક્યા જિલ્લામાંથી કેટલાને સ્થાન
જિલ્લો---કારોબારી સભ્ય---વિશેષ આમંત્રિત
૧.રાજકોટ જિલ્લો શૂન્ય શૂન્ય
૨.સુરત જિલ્લો ૦૧ શૂન્ય
૩.ભાવનગર જિલ્લો ૦૧ શૂન્ય
૪.વડોદરા જિલ્લો ૦૨ શૂન્ય
૫.ગાંધીનગર જિલ્લો શૂન્ય શૂન્ય
૬.જામનગર જિલ્લો ૦૧ બે
૭.અમદાવાદ જિલ્લો ૦૨ ૦૧
૮.જૂનાગઢ જિલ્લો ૦૧ શૂન્ય
૯.પંચમહાલ ૦૨ શૂન્ય
૧૦.સુરેન્દ્રનગર ૦૩ ૦૧
૧૧.નવસારી ૦૩ શૂન્ય
૧૨.ખેડા એક શૂન્ય
૧૩.સાબરકાંઠા ૦૨ ૦૨
૧૪.નર્મદા ૦૨ શૂન્ય
૧૫.મોરબી ૦૧ શૂન્ય
૧૬.મહેસાણા ૦૪ ૦૩
૧૭.તાપી ૦૧ ૦૧
૧૮.પાટણ ૦૩ શૂન્ય
૧૯.બોટાદ ૦૧ શૂન્ય
૨૦.ગીર સોમનાથ ૦૩ ૦૧
૨૧.અરવલ્લી ૦૧ શૂન્ય
૨૨.આણંદ ૦૧ શૂન્ય
૨૩.ડાંગ ૦૧ શૂન્ય
૨૪.બનાસકાંઠા ૦૩ શૂન્ય
૨૫.મહીસાગર ૦૧ શૂન્ય
૨૬.અમરેલી શૂન્ય ૦૨
૨૭.ભરૂચ ૦૧ ૦૧
૨૮.કચ્છ શૂન્ય ૦૧
૨૯.વલસાડ શૂન્ય શૂન્ય
૩૦.છોટા ઉદેપુર શૂન્ય શૂન્ય
૩૧.દાહોદ શૂન્ય શૂન્ય
૩૨.પોરબંદર શૂન્ય શૂન્ય
૩૩.દેવભૂમિ દ્વારકા શૂન્ય શૂન્ય