ગોંડલ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગોંડલ ગ્રામ પંચાયતના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
September 21, 2026 03:16 PM
નવા ગ્રામ પંચાયત બિલ્ડિંગનું અંદાજે **25 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ** થનાર છે, જેનું ખાતમુહૂર્ત ગણેશભાઈ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ઉપાધ્યક્ષ સામંતભાઈ બાંભવા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ઢોલરીયા, અનીડા સરપંચ હિતેશભાઈ ભાલોડી, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુમ્મર સહિતના આગેવાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ગામની બાળાઓ દ્વારા ગણેશભાઈ જાડેજાનું **ફૂલવર્ષા કરી ઉષ્માભેર સ્વાગત** કરવામાં આવ્યું હતું. નવા ગ્રામ પંચાયત બિલ્ડિંગના નિર્માણથી ગ્રામજનોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.