આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણી જિંદગીનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. પરંતુ, શું તમે જાણો છો કે સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂતા સુધી સતત સ્ક્રીન સામે જોવાની આ આદત તમારા મગજને અંદરથી ગંભીર નુકસાન પહોંચાડી રહી છે?
ન્યુરોલોજિસ્ટ્સ (મગજના ડોક્ટરો) ના મતે, સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની લત માનસિક સ્વાસ્થ્ય માટે એક મોટો ખતરો બનીને ઉભરી રહી છે, જે સીધી રીતે વ્યક્તિની ઊંઘ અને કાર્યક્ષમતાને અસર કરે છે.
મગજ ક્યારેય સાચો આરામ નથી કરી શકતું,ઘણા લોકો એવું વિચારે છે કે રીલ્સ જોવાથી કે ગેમ રમવાથી તેમનું મગજ રિલેક્સ થાય છે, પરંતુ વૈજ્ઞાનિક સત્ય તેનાથી તદ્દન ઉલટું છે. જ્યારે તમે સતત સ્ક્રીન સ્ક્રોલ કરો છો, ત્યારે મગજને સતત નવી માહિતી અને વિઝ્યુઅલ્સ પ્રોસેસ કરવા પડે છે. પરિણામે, મગજના કોષોને ક્યારેય આરામ કરવાનો સમય જ મળતો નથી. આ સતત સક્રિયતાના કારણે મગજ થાકી જાય છે, જેની સીધી અસર તમારી રોજિંદી ઊંઘ પર પડે છે.
અનિદ્રા અને ક્રોનિક થાકનું ભયાનક કનેક્શન ન્યુરોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, મોબાઈલની સ્ક્રીનમાંથી નીકળતી વાદળી લાઈટ (Blue Light) શરીરમાં 'મેલાટોનિન' નામના હોર્મોનને બનતો અટકાવે છે. આ હોર્મોન સારી ઊંઘ માટે જવાબદાર છે.
ઊંઘની ગુણવત્તા બગડવી
મોડી રાત સુધી મોબાઈલ વાપરવાથી ઊંઘ આવતી નથી અથવા વારંવાર ઊંઘ ઉડી જાય છે.
સતત થાકનો અનુભવ: ૭ થી ૮ કલાક સૂવા છતાં સવારે ઉઠતી વખતે શરીરમાં ભારે થાક, આળસ અને માથાનો દુખાવો અનુભવાય છે.એકાગ્રતાનો અભાવ: લાંબા ગાળે આ સ્થિતિ યાદશક્તિ નબળી પડવા અને સ્વભાવ ચીડિયો થવા તરફ દોરી જાય છે.
બચવા માટે એક્સપર્ટના ૩ સરળ નિયમો
ડિજિટલ ડિટોક્સ
રાત્રે સૂવાના ઓછામાં ઓછા ૧ કલાક પહેલાં તમામ પ્રકારના ગેજેટ્સ અને મોબાઈલ ફોન પોતાની જાતથી દૂર મૂકી દો.
સ્ક્રીન ટાઈમ લિમિટ
દિવસ દરમિયાન પણ કામ સિવાય બિનજરૂરી સોશિયલ મીડિયા વાપરવાનો સમય નક્કી કરો અને સ્ક્રીન બ્રેક લો.
બુક રીડિંગ આદત
મગજને શાંત કરવા માટે રાત્રે સ્ક્રીન જોવાને બદલે કોઈ સારું પુસ્તક વાંચવાની અથવા હળવું સંગીત સાંભળવાની આદત કેળવો.