રાજકોટ લોકમેળા માટેના વિવિધ પ્લોટ માટેની હરાજી પ્રક્રિયામાં આજરોજ બી–૧ કોર્નરના ૪૦ જેટલા પ્લોટ્સ માટેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં એક પ્લોટ માટેની સૌથી વધુ કિંમત રૂપિયા ૨,૩૦,૦૦૦ મળી છે. તેમજ આવતીકાલે યાંત્રિક રાઇડ્સ માટેની હરાજી પ્રક્રિયા દક્ષિણ મામલતદાર કચેરી ખાતે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થશે.
જન્માષ્ટમી લોકમેળા માટેના બી–૧ કોર્નરના ૪૦ પ્લોટની હરાજી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં તમામ પ્લોટ્સની હરાજીની અંતિમ વેચાણ કિંમત રૂપિયામાં જોઈએ તો ૧ માટે ૨,૦૫,૦૦૦, ૨ માટે ૧,૧૫,૦૦૦, ૩ માટે ૧,૧૦,૦૦૦, ૪ માટે ૧,૪૫૦૦૦, ૫ માટે ૧,૩૦,૦૦૦, ૬ માટે ૧,૧૦,૦૦૦, ૭ બાકી, ૮ના ૨ લાખ, ૯ માટે ૧,૫૦,૦૦૦, ૧૦ બાકી, ૧૧ બાકી, ૧૨ માટે ૧,૮૦,૦૦૦, ૧૩ માટે ૧,૮૫,૦૦૦, ૧૪ બાકી, ૧૫ બાકી, ૧૬ માટે ૧,૬૦,૦૦૦, ૧૭ માટે ૧,૭૦,૦૦૦, ૧૮ બાકી, ૧૯ બાકી, ૨૦ માટે ૨,૧૦,૦૦૦, ૨૧ માટે ૨,૨૫,૦૦૦, ૨૨ બાકી, ૨૩ બાકી, ૨૪ માટે ૨,૦૫,૦૦૦, ૨૫ માટે ૧,૮૦,૦૦૦, ૨૬ બાકી, ૨૭ બાકી, ૨૮ માટે ૨,૧૫,૦૦૦, ૨૯ માટે ૨,૩૦,૦૦૦, ૩૦ માટે ૧,૩૫,૦૦૦, ૩૧ માટે ૧,૧૦,૦૦૦, ૩૨ માટે ૧,૬૫,૦૦૦, ૩૩ માટે ૨,૦૫,૦૦૦, ૩૪ માટે ૧,૧૦,૦૦૦, ૩૫ માટે ૧,૪૦,૦૦૦, ૩૬ માટે ૨,૦૫,૦૦૦, ૩૭ માટે ૧,૪૫,૦૦૦, ૩૮ માટે ૧,૫૦,૦૦૦, ૩૯ માટે ૧,૫૫,૦૦૦ અને ૪૦ માટે ૧,૫૫,૦૦૦ મેળવવામાં વહીવટી તંત્રને સફળતા મળી છે. આ તકે લોકમેળા સમિતિના અધિકારીઓમાં આઈ.એ.એસ ટીનાબેન કલ્યાણ, અજય ઝાંપડા, રાજેન્દ્રસિંહ સરવૈયા, યોગીરાજસિંહ ગોહિલ, વસીમ રિઝવી, ધવલ પરમાર, વિમલ પરમાર સહિતનો અન્ય સ્ટાફ હાજર રહ્યો હતો. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા.