BREAKING NEWS

વાંકાનેરમાં સળગેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હતી

  • May 07, 2026 09:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેરના ફુવા માટેલ રોડ પર ગત તા. ૨૭ એપ્રિલના રોજ અજાણ્યા પુરુષનો અર્થ સળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ ચલાવી હતી મૃતકની ઓળખ મેળવી પોલીસે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. પોલીસે પત્ની, પ્રેમી સહિત ત્રણ આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ વાંકાનેરમાં અર્ધસળગેલ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે એડી નોંધ કરી તપાસ ચલાવી હતી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સીસીટીવી ચેક કરી તેમજ આજુબાજુમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોને મૃતકના ફોટો બતાવતા મૃતકની ઓળખ વઈ હતી મૃતક છગનભાઈ પાંચિયાભાઈ નીનામાં રહે મધ્યપ્રદેશ હોવાનું ખુલ્યું હતું જેની હત્યા કરનાર પવન ભંવરલાલ નીનામા (ઉ.૧.૨૯) સુમન છગનભાઈ પાંચિયા (ઉ.૧.૩૫) અને દેવલીબાઈ ગંગારામ પાલુ ગીરવાલ રહે ત્રણેય મધ્યપ્રદેશને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી છે. ગુજરાત પોલીસ બનાવ અંગે વધુ માહિતી આપતા ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું હતું કે મૃતક છગનલાલ નીનામા પરિવાર સાથે એમપી રહેતો હતો અને પત્ની સાથે નહિ બનતા છુટા પડયા હતા પત્ની પ્રેમી પવન નીનામા જે કુવા પાસે કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટર હતો તેની સાથે બાળકોને લઈને રહેવા આવી ગઈ હતી બાદમાં યુદ્ધને પગલે ફેક્ટરીઓ બંધ વતા પત્ની વતન ગઈ હતી અને મોબાઈલથી પ્રેમી પવનના સંપર્કમાં હતી પત્ની સુમન અને સાસુ દેવલીબેન છગનને વતનથી વાંકાનેર લાવી હતી અને પવનના ઇશારે કુવા માટેલ રોડ પર જતા હતા ત્યારે અવાવરૂ જગ્યા આવતા પવને પાછળથી ટુંપો દઈને પતાવી દીધો હતો બાદમાં મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો. પ્રેમીએ ટુંપો દઈને હત્યા કર્યો બાદ મૃતદેહ સળગાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્રણેય ઇસમોએ દોરીથી ગળે ટુંપો આપી મૃતદેહ સળગાવી નાખ્યો હતો હાય બાંધેલા હોવાથી પોલીસને શંકા જન્મી હતી અને નોંધ કરી હત્યાની આશંકા સાથે ગુનાની તપાસ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને પત્ની, પ્રેમી સહીત ત્રણેય ઈસમોને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application