BREAKING NEWS

ઓલ ઈન્ડિયા હોકી ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસ ટીમનું સુકાન રાજકોટના એએસઆઈ ભગીરથસિંહ ખેરને સોંપાયું

  • December 02, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં પહેલી જ વખત ઓલ ઈન્ડિયા હોકી ચેમ્પિયનશિપનું આગામી તા.૪ના રોજ પ્રારંભ થઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા સ્પોર્ટ્સ બોર્ડના નેજા હેઠળ યોજાનાર હોકી ચેમ્પિયનશિપમાં વિવિધ રાજ્યોની પોલીસ ટીમ ઉપરાંત અલગ અલગ સૈન્યની ટીમો રાજકોટ આવી પહોંચી છે.


ત્યારે યજમાન ગુજરાત પોલીસની ટીમના ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે,ગુજરાત પોલીસ ટીમનું સુકાન સિનિયર હોકી પ્લેયર તેમજ રાજકોટ સિટી પોલીસના એ એસ આઈ ભગીરથસિંહ ખેરને સોંપવામાં આવ્યું છે.


ગુજરાત પોલીસ ટીમમા ગોલકીપર ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઇ જેસિંગભાઈ, બ્રિજરાજસિંહ રઘુભા, રવિભાઈ તુલસીદાસ, કમલેશભાઈ કાકવાભાઈ, મનીષભાઈ દેવકરણભાઈ, રમેશભાઈ મૂળજીભાઈ, વિશ્વદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, ચેતનગીરી રાજેશગીરી, વિકેશભાઈ જગનભાઈ, શિવભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ, ભરતભાઈ દિલીપભાઈ, રૂપેશકુમાર દત્તારાઓ, જોગિંદરસિંઘ મનબીરસિંઘ, સંદીપકુમાર પ્રવિણભાઇ, વીરપાલસિંહ રાજેન્દ્રસિંહ, ધ્રુવરાજસિંહ હિતેન્દ્રસિંહ, ટીમ મેનેજર પી.આઇ. એસ.એન.રાઠોડનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application