સમગ્ર શહેરનું મેઇન્ટેન્સ સંભાળતી ઓથોરિટી એવી રાજકોટ મહાપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલી ત્રણ લિફ્ટ અવાર નવાર બંધ થઇ જતી હોય કચેરીમાં આવતા અરજદારો પગથિયા ચડવા મજબુર બન્યા છે. ખાસ કરીને સિનિયર સિટિઝન્સ અને દિવ્યાંગોને ભારે પરેશાની થઇ રહી છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહાપાલિકા કચેરીનો લિફ્ટ મેઇન્ટેન્સનો વાર્ષિક કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયો હોય અવારનવાર આવું બની રહ્યું છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થઇ ગયા બાદ હવે જો મેઇન્ટેનન્સ કરવું હોય તો હવે કેશ પેમેન્ટથી કામ કરાવવું પડે અને તેના માટે લાંબી લચક પ્રક્રિયા અનુસરવી પડે છે.
કમિશનર બ્રાન્ચ બિલ્ડિંગની બન્ને લિફ્ટ તેમજ મેયર સહિતના પદાધિકારીઓના બિલ્ડિંગની લિફ્ટ પણ છાશવારે બંધ થઇ જતી હોય હવે લોકો મહાપાલિકા કચેરીની મુલાકાત દરમિયાન લોકો લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યા છે તો મહાપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓને લિફ્ટનો કડવો અનુભવ થતા અમુકને લિફ્ટ ફોબિયા થઈ ગયો છે અને લિફ્ટમાં જતા ડરવા લાગ્યા છે કે ક્યાંક લિફ્ટ અધવચ્ચે બંધ થઇ જશે તો !?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application