ગુજરાતમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરતના ઉપરપાડા તાલુકાના ગાઢ જંગલમાં પ્રેમી પંખીડાએ ઝાડ સાથે દુપટ્ટો બાંધી સજોડે જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ, આજે ઉમરપાડા તાલુકાના ધાણાવડ નજીક આવેલ કાટણવાડી ગામની હદના જંગલ વિસ્તારમાં સ્થાનિકોએ ઝાડ પર લટકતી હાલતમાં બે મૃતદેહો જોયા હતા. એક જ ડાળી પર દુપટ્ટાના સહારે યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક દૃષ્ટિએ આ પ્રેમપ્રકરણમાં ઉઠાવેલું અંતિમ પગલું હોવાનું જણાઈ રહ્યું છે.
મૃતકોના નામ
બંસરી શૈલેષભાઈ પટેલ (ધોડિયા પટેલ), રહે. ચોખવાડા, ઉમરપાડા
નીરજ બાબુભાઈ પટેલ (ધોડિયા પટેલ), રહે. નવસારી
ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો
ઘટનાની જાણ થતાં જ ઉમરપાડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.