ગુજરાત લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની બેઠક માટેની પેટા ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં પોરબંદરની બેઠક પર પૂર્વ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાયા પછી જંગી બહુમત સાથે ચૂંટાયા છે ત્યારે એમને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી અટકળો તે જ બને છે જેમ જેમ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મંત્રીમંડળના વિસ્તરણની અટકણો તેજ બનતી જાય છે. ગમે ત્યારે મુખ્યમંત્રી પોતાના મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરી શકે છે.ત્યારે આ મંત્રીમંડળમાં કોને પડતા મુકવામાં આવશે અને ક્યા નવા ચહેરાઓને સ્થાન મળશે તેને લઈને પણ ચચર્િ ચાલી રહી છે.ત્યારે પક્ષ પલટું નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામા આવી રહી છે. ત્યારે કોંગ્રેસના પુર્વ દિગ્ગજ નેતા હાલ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ્ના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા હતા અને અહીં મોઢવાડિયાએ અમિત શાહ અને સી આર પાટિલ સાથે મુલાકાત કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના ભાજપ્ના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા છે અને અહીં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી આ સાથે મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાથે પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.
મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપ્ની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે ભાજપ્ના વર્તુળોમાં ચાલતી ચચર્િ મુજબ આ નેતાને પક્ષ પલટા વખતે જ મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હોવાથી તેમને મંત્રી બનાવવા પડે તેમ છે.પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. ત્યારે ભાજપ પક્ષ પલટું નેતા મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન આપવામા આવશે કે નહીં તેમજ ગુજરાતના રાજકારણમાં શું નવા જુની ઓથાય છે તે સમય જ બતાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણીની મુશ્કેલી વધી, SEBIનો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ
May 03, 2025 11:34 AMટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અધિકારીઓ સામેની કાર્યવાહી ધીમી: હાઈકોર્ટ દ્રારા ટકોર
May 03, 2025 11:29 AMફાયર સેફટી મામલે હોસ્પિટલોની શું સ્થિતિ છે? સરકાર પાસે રિપોર્ટ માગતી હાઈકોર્ટ
May 03, 2025 11:28 AMપડધરીમાં ઝડપાયેલી બાંગ્લાદેશી યુવતિ જામનગરના યુવાન સાથે લગ્ન માટે ભારત આવી
May 03, 2025 11:26 AMમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech