BREAKING NEWS

રાજકોટમાં પાંચ વર્ષમાં કેટલા વિકાસકામ કર્યા..? પ્રભારી મંત્રી મનપામાં ક્લાસ લેશે

  • January 05, 2026 04:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યની રાજકોટ સહિતની મહાપાલિકાઓની આગામી ચૂંટણી પૂર્વે છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ કામોની સમીક્ષા શરૂ કરાઇ છે. પ્રભારી મંત્રીઓ રાજ્યની મહાપાલિકાઓમાં જઈને મ્યુનિસિપલ પદાધિકારીઓ તેમજ ધારાસભ્યો, સાંસદ વિગેરે સાથે બેઠક યોજશે. આજે અમદાવાદથી આ પ્રકારની રિવ્યૂ મિટિંગનો પ્રારંભ થયો છે.

ચૂંટણી વર્ષના બજેટમાં લોકોને આકર્ષિત કરે તેવી યોજના મૂકવા પણ ટકોર કરાશે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જુના બજેટમાં જાહેર કરેલી યોજનાઓ ઝડપથી શરૂ થાય તેવી પણ સૂચના અપાશે. ચૂંટણી પહેલા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાની પણ તાકીદ કરાશે. ટૂંક સમયમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી રાજકોટમાં સમીક્ષા બેઠક કરે તેવી સંભાવના હોવાનું જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application