ગુજરાત વિધાનસભાના ત્રિ દિવસીય ચોમાસા સત્ર નો પ્રારંભ થયો છે.ત્રણ દિવસ ચાલનારા આ સત્રની શરૂઆત વંદેમાતરમ્ ગાનથી થયો હતો.ત્યારબાદ પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી. સત્રના પ્રથમ દિવસે દિવંગત સભ્યોને શોકાંજલિ પણ આપવામાં આવશે. ટૂંકા સત્ર દરમિયાન સરકાર દ્વારા વિવિધ મહત્વના સુધારા વિધેયકો રજૂ કરવામાં આવશે. બીજી તરફ, વિપક્ષ દ્વારા સરકારને વિવિધ મુદ્દાઓ પર ઘેરવાની શક્યતા હોવાથી વિધાનસભામાં રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
ચોમાસુ સત્ર દરમિયાન સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. તેમાં ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક, ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધારા વિધેયક પણ રજૂ કરવામાં આવશે. ત્રણ દિવસના સત્રમાં આ બિલો ઉપરાંત રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં શાસક પક્ષ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાય હતી.વિધાનસભાના દંડકની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજરી આપી હતી. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે તેમને વ્હીપ આપવામાં આવી હતી. આ બેઠકમાં વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા થનાર વિરોધ અને સરકારની તરફથી તેનો સામનો કરવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેથી સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
સમગ્ર સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા જન અવાજ ઉઠાવવાનું પ્રયત્ન કરવામાં આવશે આ સત્રમાં પ્રથમ તેઓ ઓછા સમયમાં જન પ્રશ્નોની સૌથી વધુ ચર્ચા અને ઓછો સમય મળી રહ્યા નો આક્રોશ વ્યક્ત કરશે નવ જેટલા વિધેયેકને મામલે અપૂરતી ચર્ચાનો મુદ્દો ગ્રુપમાં ગુંજશે વિરોધ પક્ષ દ્વારા મોંઘવારી બેરોજગારી વરસાદ અને અછતની પરિસ્થિતિને લઈને સરકારને ઘેરવાનો પ્રયાસ કરાશે.
વિધાનસભા સંકુલમાં વૃક્ષારોપણ અને BHISHM CUBEનું પ્રદર્શન
વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન વિવિધ વિશિષ્ટ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સચિવાલય સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને ધારાસભ્યો આ અભિયાનમાં ભાગ લેશે. આ ઉપરાંત વિધાનસભા પોડિયમ ખાતે આધુનિક મોડ્યુલર હોસ્પિટલ ‘BHISHM CUBE’નું વિશિષ્ટ પ્રદર્શન યોજાશે. તેનું ઉદ્ઘાટન વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા કરવામાં આવશે.
આજે ભાજપની બેઠક, કોંગ્રેસના વિરોધ અંગે ચર્ચા
વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલાં શાસક પક્ષ ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. પક્ષના દંડકની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં મુખ્યમંત્રી સહિત ભાજપના ધારાસભ્યો હાજર રહેશે. સત્ર દરમિયાન તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવા માટે તેમને વ્હીપ આપવામાં આવશે. બેઠકમાં વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે તેવા વિરોધ અને સરકારની તરફથી તેનો સામનો કરવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. જેથી સત્ર દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી શકે છે.
વિપક્ષની 'જન આક્રોશ રેલી' અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ પાટનગર ગાંધીનગરની સડકો પર ભારે રાજકીય હલચલ જોવા મળી હતી. ભાજપ સરકારની નિષ્ફળતાઓને જનતા સમક્ષ ખુલ્લી પાડવા માટે વિપક્ષ કોંગ્રેસ દ્વારા 'જન આક્રોશ રેલી' અને ધરણાંનું આક્રમક રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. આ આક્રમક એલાનને પગલે સમગ્ર ગાંધીનગર રાજકીય સંગ્રામનું કેન્દ્ર બન્યું છે અને વિપક્ષ સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાની કોઈ તક છોડવા માંગતો નથી.
વિપક્ષના આ આક્રમક મૂડ અને રેલી-ધરણાંને ધ્યાનમાં રાખીને સરકારે પણ કોઈ જોખમ ન લેતા સચિવાલય અને વિધાનસભા ભવન તરફ જતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઠેર-ઠેર બેરિકેડ્સ, વજ્ર વાહનો અને પોલીસ કાફલો તૈનાત હોવાથી ગાંધીનગર જાણે અભેદ્ય કિલ્લા અથવા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. હવે આગામી ત્રણ દિવસીય આ રાજકીય જંગમાં જનતાના મુદ્દાઓ પર કોનું પલડું ભારે રહે છે, તે જોવાનું રહે છે.