તરૂણો જેટલા વધુ ચાલશે, મગજનો વિકાસ એટલો જ વધુ સારો થશે
તરૂણો જેટલા વધુ ચાલશે, મગજનો વિકાસ એટલો જ વધુ સારો થશે
October 06, 2026 02:06 PM
કિશોરાવસ્થા મગજના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સમય છે. કિશોરો પર તાજેતરમાં કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં ખૂબ જ સરળ અને અસરકારક તારણ બહાર આવ્યું છે. સંશોધન મુજબ, કિશોરો દરરોજ ચાલવાની ટેવ રાખશે તેટલું જ માનસિક સ્વાસ્થ્ય તેમનું સાં રહેશે અને સમસ્યાઓનો અનુભવ ઓછો થશે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે કિશોરો દિવસમાં ૧૨,૦૦૦ કે તેથી વધુ પગલાં ચાલે છે તેમને વર્તણૂકીય અને ભાવનાત્મક સમસ્યાઓ ઓછી હોય છે. પગલાંની ગણતરી અને સુધારેલા માનસિક સ્વાસ્થ્ય વચ્ચેનો આ સીધો સંબધં ખરેખર આશ્ચર્યજનક છે.