રાજકોટ મહાપાલિકાનાં મવડી (પુનીતનગર) પમ્પીંગ સ્ટેશન પર પાણીના ટાંકામાં સફાઈની કામગીરી તથા જેટકો ફિલ્ટર પ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણની કામગીરીનું કામગીરીનું કારણ આગળ ધરીને મહાપાલિકા દ્વારા ફરી પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે.
વિશેષમાં વોટર વર્કસ મેનેજમેન્ટ બ્રાન્ચના સિટી એન્જિનિયરએ જણાવ્યું હતું કે ઉપરોક્ત કારણે તા.૭.૨.૨૦૨૬ને શનિવારના રોજ વોર્ડ નં.૮(પાર્ટ), ૧૧(પાર્ટ), ૧૦(પાર્ટ), ૧૨(પાર્ટ), ૧૩(પાર્ટ)માં પાણી વિતરણ બંધ રહેશે. જે વિસ્તારોમાં વિતરણ બંધ રહેશે તે નીચે મુજબ છે.
વોર્ડ નં.૮માં રામધામ, ન્યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ, ગુલાબ વિહાર, ચંદ્ર પાર્ક, અને ગુરૂદેવ પાર્ક સહિતની સોસાયટીઓમાં પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.૧૦માં જય પાર્ક, સ્વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ સોસાયટી, અલય પાર્ક-૧, સત્યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્ટિં સોસાયટીમાં પાણી વિતરણ બંધ રહેશે.
વોર્ડ નં.૧૧માં ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન , વલ્લભ વિધાનગર, આર.જે.બગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસા., મવડી ગામ (પાર્ટ) પ્રગટેશ્વર વ્રજ ભૂમિ.ભવનાથ પાર્ક,પ્રણામી પાર્ક, પ્રજાપતિ સોસા., પ્રિયદર્શની સોસા., ગીરનાર મજુર કોલોની, રાજદિપ સોસા., અર્જુન પાર્ક આવાસ યોજના, સાગર ચોક આવાસ યોજના, કલ્યાીણ પાર્ક, રામ પાર્ક (નાનામવા), રામ પાર્ક (મવડી), શાસ્ત્રી નગર અજમેરા, અલય પાર્ક-(એ) અને (બી), તિરૂપતિ પાર્ક, ગોવિંદ પાર્ક, સિલ્વ્ર ગોલ્ડઅ સોસા., જમુના હેરીટેજ, જમના હેરીટેજ સોસા. તથા મેઇન રોડ, ગ્રીન પાર્ક, સોરઠીયા પાર્ક, લાભદિપ સોસા., શ્રીહરિ સોસા., મુરલીધર સોસા., રાધે શ્યા્મ સોસા., શિવમ પાર્ક, ગ્રીન સીટી, કૈલાશ પાર્ક, એન્જલ પાર્ક, અવધ પાર્ક, મધુવન-૧ અને ર, કાવેરી પાર્ક, બીડીપતી સોસા., તુલશી પાર્ક, આલાપ રોયલ પાર્ક, અવધ રેસી., અવધ ફલેટસ, કે.ડી.પાર્ક, જયનારાયણ પાર્ક, ભોજલરામ સોસા., ક્રિષ્ના, પાર્ક-૧૫૦ ફુટ રીંગ રોડ, ક્રિષ્નાપ પાર્ક-મવડી, બંશી પાર્ક, કિશાન પાર્ક, પરમેશ્વર સોસા., ભકિતધામ સોસા., પંચશીલ સોસા., મવડી ગામ તળ, અંબિકા ટાઉનશીપ પાર્ટ (કસ્તુારી રેસી., કસ્તુંરી એવીઅરી, સહજાનંદ પાર્ક-૧, જય પાર્ક, ધ કોર્ટયાર્ડ, આદર્શ ફલેટસમાં પાણી નહીં મળે.
વોર્ડ નં.૧૨માં ગીરનાર સોસા, વિનાયક નગર, શ્રીનાથજી સોસા., ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્ણુ નગર, જલાજિત સોસા., સાઈ સોસાયટી, જલારામ મધુરમ સોસા., ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસા., આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસા., ખોડીયાર નગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસા., ઇગલ રેસી. સુખ-સાગર સોસા., માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસા., અમૃત વાટિકા લક્ષમન જૂલા, આસ્તા રેસી. ભવાની નગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉ., રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસી. શિવ ધારા સોસા., સન સિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન સોસા., શિવધામ સોસા., કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર પુનીતનગર, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સતનામ કર્મચારી સોસા., નંદનવન ૪૦ ફુટ રોડને લાગુ સોસાયટીઓ, મવડી, શ્રીનાથજી, અંકુરનગર મેઇન રોડ, ગોકુલધામ મેઇન રોડ, જલજીત મેઇન રોડ, રાધે હોટલ મેઇન રોડ, આકાશદિપ સોસા., ગોકુલધામ, દ્વારકાધીશ સોસા., વિનાયક સોસા., ગીરનાર સોસા., જે.કે.પાર્ક, રાણી પાર્ક, પટેલ પાર્ક, શકિતનગર, જશરાજનગર, મીત હાઇટસ, ગોવિંદરત્નો સોસા., આસ્થાા સોસા., આર્યમાન સોસા., વિગેરે મવડી પોકેટને લાગુ વિસ્તારોમાં પાણી નહીં મળે.
વોર્ડ નં.૧૩માં આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ)માં પાણી નહીં મળે.