BREAKING NEWS

મનપાના પ્લોટ ફટાકડાના સ્ટોલ માટે ભાડે આપવાનું ગોટે ચડ્યું

  • October 01, 2025 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકા દ્વારા પ્રતિ વર્ષ દશેરા સુધીમાં ફટાકડાના સ્ટોલ માટે પ્લોટ ભાડે આપવાની પ્રક્રિયા થતી હોય છે પરંતુ આ વર્ષે આ પ્રક્રિયા ગોટે ચડતા નિર્ણય લટક્યો હોવાનું જાણવા મળે છે. દર વર્ષે ૧૫×૧૫ ચોરસ મીટરના ગાળા તૈયાર કરી તેની અપસેટ પ્રાઇસ નક્કી કર્યા બાદ હરરાજી યોજાય છે પરંતુ આ વર્ષે આજ દિવસ સુધી હરાજીની તારીખ પણ નક્કી થઇ શકી નથી.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ દર વર્ષે નાનામવા ચોકનું કોર્નરનો પ્લોટ, અમિન માર્ગ કોર્નરનો પ્લોટ, સાધુ વાસવાણી માર્ગ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમ પાસેનો કોર્નરનો પ્લોટ, રાજપેલેસ પાસેનો પ્લોટ અને અન્ય એક પ્લોટ સહિતના ત્રણ પ્લોટ, મવડી સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકનો પ્લોટ તેમજ રાજનગર મેઇન રોડ ઉપરનો પ્લોટ સહિત કુલ સાત પ્લોટ ઉપર ફટાકડાના સ્ટોલ માટે ભાડેથી અપાતા હોય છે.

ચર્ચાતી વિગતો મુજબ, અપસેટ પ્રાઇસ નક્કી કરવા મામલે કે નિયત સાઇઝના સ્ટોલ ઉપરાંત વધારાની જગ્યા ભાડે આપવા પેટે વસુલાતા ભાડાની રકમ નક્કી કરવા મુદે મામલો ગોટે ચડ્યો છે. મ્યુનિસિપલ કમિશનર આજ રોજ ગાંધીનગર ગયા હોય તેમના આવ્યા બાદ આ અંગેનો નિર્ણય થશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application