માત્ર ૧૫ વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં સનસનાટી મચાવનાર બિહારના યુવા બેટર વૈભવ સૂર્યવંશીએ સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ સંકલ્પ હોય તો દુનિયામાં કંઈ પણ અશક્ય નથી. આજના આધુનિક યુગમાં જ્યાં યુવાનો નાની નિષ્ફળતાઓથી હિંમત હારી જાય છે, ત્યાં વૈભવનો સંઘર્ષ અને તેની સફળતા કરોડો લોકો માટે પ્રેરણાનો નવો સ્ત્રોત બની ગઈ છે.
૧૫ વર્ષના છોકરાએ દુનિયાને શીખવ્યું 'ઇમ્પોસિબલ' કંઈ નથી
ક્રિસ ગેલનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો વૈભવ સૂર્યવંશી.વર્ષ ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટર ક્રિસ ગેલે આઈપીએલમાં માત્ર ૩૦ બોલમાં સદી અને એક સીઝનમાં ૫૯ સિક્સર ફટકારીને એક એવો ઇતિહાસ રચ્યો હતો જેને તોડવો અશક્ય માનવામાં આવતો હતો. પરંતુ આ ૧૫ વર્ષના ભારતીય બાળકે પોતાની વિસ્ફોટક બેટિંગથી તે અશક્ય રેકોર્ડની બરાબરી કરી બતાવી છે. વૈભવે ગેલના એક સીઝનમાં સૌથી વધુ સિક્સરના રેકોર્ડને પાછળ છોડીને નવો ૬૫ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.
આ યુવા ખેલાડીની સફર અને જીવનમાંથી શીખવા જેવી ૪ મહત્વની બાબતો
૧. પિતાએ જમીન વેચીને દીકરાનું સપનું પૂરું કર્યું .વૈભવ સૂર્યવંશી એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. દીકરાને એક શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ પોતાની જમીન સુધી વેચી દીધી હતી. પિતાના આ ત્યાગ અને રોકાણને વૈભવે એળે જવા દીધું નથી અને મેદાન પર શાનદાર પ્રદર્શન કરીને પિતાની મહેનતનું સો ટકા વળતર આપ્યું છે.
૨. બધું જ રમત માનસિકતાની છે ,જ્યારે ક્રિસ ગેલે ૩૦ બોલમાં સદી ફટકારી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે કોઈ તેની નજીક પહોંચી શકશે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પ્રેરણાદાયી રીલ્સમાં નિષ્ણાતો જણાવી રહ્યા છે કે વૈભવે સાબિત કર્યું કે મુશ્કેલ કંઈ જ નથી હોતું, બધું જ આપણી વિચારસરણી પર નિર્ભર કરે છે. જો તમે સકારાત્મક માનસિકતા સાથે મેદાનમાં ઉતરો તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.
૩. સંઘર્ષ અને ગરીબી જ ઇતિહાસ રચે છે,મિલ્ખા સિંહ જેવી મહાન હસ્તીઓએ હંમેશાં કહ્યું છે કે ખાલી પેટ અને મુશ્કેલીઓ માણસ પાસે અશક્ય કામો કરાવી લે છે. રસપ્રદ વાત એ છે કે જે ક્રિસ ગેલનો રેકોર્ડ વૈભવે પડકાર્યો છે, તે ગેલનું બાળપણ પણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું અને તેણે પેટ ભરવા માટે ચોરી સુધી કરવી પડી હતી. આજે ગેલ કરોડોની સંપત્તિના માલિક છે. રેકોર્ડ બનાવનાર અને તોડનાર બંનેએ જીવનમાં ભારે સંઘર્ષ જોયો છે.
૪. આઉટ થતાં જ આખું સ્ટેડિયમ અને વિરોધી ટીમ પણ રડી પડી,વૈભવની લોકપ્રિયતા અને તેની રમતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે તે મેદાન પર આઉટ થયો, ત્યારે માત્ર ફેન્સ જ નહીં પરંતુ વિરોધી ટીમના ખેલાડીઓ અને કોમેન્ટેટર્સ પણ દુખી થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આરસીબી (RCB) ના ચાહકો પણ કહી રહ્યા છે કે વિરોધી ટીમમાં હોવા છતાં વૈભવને આઉટ થતો જોવો અત્યંત પીડાદાયક હતો, કારણ કે આ છોકરો ભારતીય ક્રિકેટનું ભવિષ્ય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ:"જે વાત આપણે આખી જિંદગીમાં નથી શીખી શકતા, તે આ ૧૫ વર્ષના બાળકે શીખવી દીધી. જો તમે હજુ સુધી તમારા લક્ષ્ય સુધી નથી પહોંચ્યા, તો નિરાશ ન થાઓ. ઈશ્વર માત્ર તમારી પરીક્ષા લઈ રહ્યા છે, હજુ આનાથી પણ મોટું અને શ્રેષ્ઠ થવાનું બાકી છે."