BREAKING NEWS

આગામી 3 કલાક રાજ્ય માટે અત્યંત ભારે; 28 જિલ્લામાં વરસાદનું ‘રેડ એલર્ટ’, કચ્છ-જામનગર સહિત 4 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’

  • July 31, 2026 10:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની હેલી વચ્ચે હવામાન વિભાગ તરફથી આપત્તિના સંકેત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પર વરસાદી સિસ્ટમ પૂરેપૂરી સક્રિય થઈ ગઈ છે અને આગામી ગણતરીના કલાકો રાજ્યના મોટાભાગના વિસ્તારો માટે અત્યંત આફતભર્યા સાબિત થઈ શકે છે. મેઘરાજા આક્રમક મૂડમાં હોવાથી લોકોની સુરક્ષા અને સાવચેતી જ આ સમયે સૌથી મોટું બચાવનું સાધન બનશે.


હવામાન વિભાગે ગુજરાત માટે આગામી સમયને લઈને અત્યંત ગંભીર અને ચિંતાજનક ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર આગામી ૩ કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અનરાધારથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ૨૮ જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરી દેવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મહત્વના જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.


​​​​​​​સૌરાષ્ટ્ર અને કચ્છના ૪ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
મેઘરાજાનો સૌથી વધુ કોપ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે કચ્છ, જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ એમ કુલ ૪ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે.

નદી-નાળા ઉભરાવાની આશંકા
દરિયાકાંઠાના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં અને ધોધમાર વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સ્થાનિક નદીઓમાં પૂર આવવાની પૂરેપૂરી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application