મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં મહાનગરો તથા જિલ્લાઓમાં માર્ગવ્યવસ્થા ત્વરિત દુરસ્ત કરવાની કામગીરી શ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વિવિધ માર્ગો પર મરામત કાર્ય શ છે.આ અનુસંધાનમાં સોઢાણા,ભોમિયાવદર રોડ પર પેચવર્ક કરવામાં આવ્યું છે.માર્ગમાં થયેલી ક્ષતિને ઝડપી ગતિએ દુર કરીને વાહનવ્યવહાર સરળ રહે અને જાહેર જનતાની આવન-જાવન સુરક્ષિત બને તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલા લેવામાં આવ્યા છે.તસ્વીર(તસ્વીર:જિજ્ઞેશ પોપટ)