જસદણમાંથી સગીરાનું અપહરણ કરી જનાર શખસને ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનીટની ટીમે ખેડૂતનો વેશ ધારણ કરી ગોંડલના વેકરી ગામ પાસે વાડી વિસ્તારમાં ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિ રાય અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ જિલ્લામાં વિવિધ ગુનાઓમાં લાંબા સમયથી ગુમ–અપરણ થયેલા વ્યકિત અને બાળકોને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના નોડલ ઓફિસર જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમ તપાસમાં હતી. જસદણ પોલીસ સ્ટેશનમાં ગઈ તા. ૫–૨–૨૦૨૬ ના રોજ સગીરાના અપહરણ અંગેનો ગુનો દાખલ થયો હતો જેમાં આરોપી અશોક જગાભાઈ ગોહિલ (રહે. ગઢડીયા તા. જસદણ, મૂળ ઓરી તા.રાજકોટ) નામનો આ શખસ સગીરાને લલચાવી ફોસલાવી લ કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. અપહરણના આ બનાવ અંગે પોલીસે કોલ ડિટેઇલ્સના આધારે તપાસ ચલાવી હતી દરમિયાન એન્ટી હ્યુમન ટ્રાફિફીંગ યુનીટના પીઆઇ એન.એ.શુકલ તથા ટીમે ખેડૂત પરિવારનો સ્વાંગ રચી ખેતીવાડી માટે ખેતરમાં મજૂરની જર હોય તેવું જણાવી મજૂરોને મળવાનું બહાનું કરી આરોપી તથા ભોગ બનનાર સગીરાને ચરખડીથી વેકરી ગામ જતા રોડ પાસેના કીર્તિ કોટન પ્રા.લી.ની સામે વાડીમાં જતા રસ્તા પાસે વેકરી ગામ નજીકથી શોધી કાઢી સગીરાને મુકત કરાવી આરોપી અશોક ગોહિલ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાંએન્ટી હ્યુમન ટ્રાફિકીંગના યુનીટના પીઆઇ એન.એ. શુકલ, હેડ કોન્સ. કોન્સ્ટેબલ દિલીપભાઈ કાળોતરા, કોન્સ્ટેબલ દિલીપસિંહ, મનીષાબેન અને સાગરભાઇ સાથે રહ્યા હતા.